અમદાવાદ-આહવા બસમાં મહિલા મુસાફર સામાન ભુલી જતા બસ કંડક્ટરે સામાન પરત કર્યો | In Ahmedabad-Ahwa bus, a female passenger forgot the luggage, the bus conductor returned the luggage | Times Of Ahmedabad

ડાંગ (આહવા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

એસ.ટી તંત્ર અને કર્મચારીઓની ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાને ઉજાગર કરતો આહવા એસ.ટી ડેપોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તા. 23 માર્ચ 2023ના રોજ રાત્રે 8:30 કલાકે અમદાવાદથી આહવા માટે ઉપડતી એસ.ટી બસમાં એક પરિવાર અમદાવાદથી વડોદરા સુધી મુસાફરી કરવા માટે એસ.ટી બસમાં બેઠા હતા. પોતાના જરૂરી સામાન સાથે બસમાં સવાર થઈ વડોદરા પોતાની મુસાફરી પૂર્ણ કરી બસમાંથી ઉતરી ગયા બાદ, ઘરે જઈ પોતાનો સામાન તપાસતા રોકડ રકમ સહિત અગત્યના સામાન સાથે એક મહિલાનું પર્સ ક્યાંક ખોવાઈ જવાની જાણ થતા ચિંતામાં મુકાયા હતા.

અમદાવાદ-આહવા રૂટની બસના ફરજ ઉપરના કંડક્ટર કર્મચારી સોલંકી રાજેશકુમાર આહવા, ડેપો કંડકટર બેજ.નં 54Aની સમય સુચકતાથી ખોવાયેલ પાકીટ તેઓના કબજામાં આવતા, સહી સલામત આહવા ડેપો ખાતે જવાબદાર અધિકારીને જમા કરાવ્યું હતું. આહવા એસ.ટીના કર્મચારીઓ દ્વારા માલસામાન અંગે તપાસ કરી મહિલાને જાણ કરી હતી. સાથે ખોવાયેલા પર્સ સહી સલામત એસ.ટી ડેપો આહવા ખાતે છે. તે અંગેની જાણ પણ મહિલાને કરવામાં આવી હતી.

મહિલા દ્વારા સામાનની ઓળખ કરી તમામ ચીજવસ્તુ તેમજ રોકડ 10,000ની મત્તા સહી સલામત મેળવી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આહવા ડેપો મેનેજર પરમાર તેમજ કંડક્ટર કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم