અમદાવાદ9 મિનિટ પહેલા
- કૉપી લિંક

પશુઓને દોડાવીને અથવા મારીને પજવવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે અમદાવાદના ઓગણજ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં કેટલાક નબીરાઓ દ્વારા ગાડી વડે ઘોડીને ઠક્કર મારી અને પજવવામાં આવતી હોવાની ઘટના બની હતી. ફાર્મ હાઉસમાં બેઠેલા નબીરાઓએ બાંધેલી ઘોડીને છોડી અને થાર ગાડી વડે તેની પાછળ દોડાવી અને પજવતા ઘોડીને ઇજા પહોંચી હતી. ફાર્મ હાઉસમાં બેઠેલા લોકો ગ્લાસમાં દારૂ પી અને આ રીતે પજવણી કરતા હતા જે સમગ્ર બાબત સીસીટીવી ફૂટેજમાં દેખાઈ હતી. જેના આધારે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
થોડા દિવસ પહેલા રાતના સમયે ફાર્મ હાઉસમાં પશુઓને ગાડી ભટકાડી હેરાન કરવામાં આવતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. વાયરલ ફૂટેજ વિસ્તારના કોઈ ફાર્મ હાઉસના હોવાનું જાણવા મળતા જેના આધારે સોલા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. શહેરના છેવાડે આવેલા વિસ્તારમાં કર્ણાવતી આંખની હોસ્પિટલની બાજુમાં આલ્ફા ફાર્મ આવેલું છે. આલ્ફા ફાર્મમાં રહેતા કિશોરભાઈ વાટલીયાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની ઓગણજ ગામની સીમમાં ચાર ઘોડા અને ગાયો બાંધેલી છે. 14 માર્ચ 2023ના રોજ રાતે 10.30 વાગ્યાની આસપાસના સમયના સીસીટીવી ફૂટેજમાં જોતા બાંધેલા પશુઓમાંથી એક ઘોડીને માધો ઉર્ફે જતીન પટેલ નામનો વ્યક્તિ છોડી બહાર કાઢી મુકતો હતો.
કાબરી નામની ઘોડીને લાલ કલરની થાર ગાડી વડે પાછળથી ભટકાડી અને પરેશાન કરતો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી. આ સમગ્ર સીસીટીવી ફૂટે સાથે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. માધો ઉર્ફે જતીન પટેલ અને અન્ય છ શખ્સ આત્મા કંઈક પીતા હોય તેવું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે અને ગ્લાસમાં દારૂ પીતા હોય તેવું માનવું છે જેથી ઘોડીને પાછળથી કાળી હેરાન પરેશાન કરતા ઘોડીને પગના ભાગે ઇજા થઈ હતી. સોલા પોલીસે હાલ આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે