અમદાવાદ11 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદમાં એક કાકા સસરા એ પોતાની પુત્રવધુ ને અનૈતિક સંબંધ માટે દબાણ કર્યું છે અને જો આમ કરશે નહીં તો તેનું લગ્ન જીવન આગળ વધવા નહીં દે એવી ધમકી આપી હતી.સતત શારીરિક અને માનસિક ત્રાસના કારણે આખરે પરિણીતાએ પોલીસની મદળ માંગી હતી. પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે દસ્ક્રોઈની એક પરિણિતાના લગ્ન 2010માં સમાજના રીત રિવાજ પ્રમાણે થયાં હતાં. લગ્ન બાદ તેને એક દીકરો પણ અવતર્યો હતો. તેનો પતિ રિધમ વગાડવાનું કામ કરે છે. પરંતુ તેના સાસરિયાઓ દ્વારા સતત તેની સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
તેણે પોતાનો સંસાર બચાવવા માટે તેના પિયરમાં કોઈ વાત કરી નહોતી. સાસુ સસરા પણ ઘર કામને લઈને ટોણા મારતા હતાં. પરીણિતાનો પતિ પણ ઘરમાં પૈસા આપતો નહોતો. જેથી પરીણિતાએ બધુ સારૂ થઈ જશે એમ સમજીને ત્રાસ સહન કરે રાખ્યો હતો.
એક વખત પરીણિતાના પિતાની જમીન વેચાણી હોવાથી પૈસા આવ્યા હોવાનું સાસરિયાઓને ખબર પડતાં જ પરીણિતા પાસે 10 લાખની માંગ કરી હતી. પરિણિતાએ કહ્યું હતું કે આટલા બધા પૈસા હું મારા પિતા પાસે નહીં માંગું. ત્યાર બાદ પરીણિતાએ દીકરો ભૂખ્યો હોવાથી તેના પતિને કહ્યું કે પૈસા આપો ત્યારે પતિએ તેને માર મારીને અધમુઈ કરી નાંખી હતી.
ત્યાર બાદ તે તેના દીકરાને લઈને સંબંધીના ઘરે રહેવા ગઈ હતી. તેના કાકા સસરા પણ તેને એવું કહેતા હતાં કે તું મારી સાથે સંબંધ રાખ તો જ તારુ ઘર થવા દઈશ. તેઓ પણ અનેક વખત ઘરમાં ચઢામણી કરીને માનસિક ત્રાસ આપતાં હતાં. પરીણિતાને તેની દેરાણી, પતિ અને સાસરિયાઓએ ગદડાપાટુનો માર માર્યો હતો. જેથી તેણે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
No comments:
Post a Comment