No results found

    અમદાવાદના રખિયાલમાં વિજિલન્સની ટીમે ત્રિકમ-પાવડાથી ખાડો ખોદ્યો, દારૂનો ખજાનો જોઇ ચોંકી ઉઠી | In Ahmedabad's Rakhial, the vigilance team dug a hole with tricuspid-shovel, was shocked to see the treasure of liquor. | Times Of Ahmedabad

    અમદાવાદ23 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યના પોલીસ વડાની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ રેડ કરીને દારૂ જુગારના અડ્ડા પકડવામાં આવ્યા છે. વિજિલન્સ ની સતત વધતી ભીંસના કારણે હવે બુટલેગરોએ નવો કીમી યોજમાં આવ્યો છે તેમાં અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ન્યૂઝીલેન્સ ની ટીમ પોતાના હાથમાં પાવડા અને ત્રિકમ લઈને પહોંચ્યા હતા જ્યાં ખાડા ખોદતા-ખોદતા દારૂની બોટલો નીકળતી ગઈ એકાદ જગ્યાએ નહીં પણ અનેક જગ્યાએથી દારૂની ₹3,000 થી વધુ બોટલ વિજિલન્સની ટીમે ખાડા ખોદીને બહાર કાઢી છે .

    અમદાવાદના રખિયાલ વિસ્તારમાં દારૂ હોવાની બાતમી વિજિલન્સની ટીમને મળી હતી . રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અર્બન નગર પાસે દારૂ હોવાની બાદની ના આધારે પોલીસ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી હતી વિજિલન્સ ની ટીમ અલગ અલગ જગ્યાએ દારૂ શોધી રહી હતી પણ ક્યાંય કોઈ કડી મળતી નથી ત્યારે એક વ્યક્તિએ વિજિલન્સ ને જણાવ્યું કે અર્બન નગરના બે ત્રણ ઘરમાં દારૂ સંતાડ્યો હોવાની પાક્કી બાતમી છે અને પછી પોલીસ તે ઘરમાં ઘૂસી હતી.

    પોલીસ જ્યારે ઘરમાં ઘૂસી ત્યારે ઘરમાં કશું દેખાતું ન હતું પછી નજીકમાં એક જગ્યાએ જગ્યા ઓછી લાગી હતી પછી થોડીવારમાં પોલીસના હાથમાં અને પાવડા આવી ગયા અને ધીમે ધીમે આ જગ્યા પર ખોદકામ શરૂ થયો હતો પોલીસે જેમ જેમ ખોદવાનું શરૂ કર્યું તેમ તેમાં એક બાકોરું જોવા મળ્યું જેની અંદરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો નીકળતી ગઈ જેમાં એક જગ્યાએ પ્લાસ્ટિકની ફેલની અંદર દારૂની બોટલો પેક કરીને મોયરામાં દાટવામાં આવી હતી જ્યારે બીજી જગ્યાએ માટીની નીચે દારૂ દબાવવામાં આવ્યો હતો.

    પોલીસે કલાકો સુધી ખોદકામ ચાલુ રાખ્યું અને દારૂ કાઢવાનું પણ ચાલુ રાખ્યું હતું જેમાંથી આશરે 3 હજારથી વધુ દારૂની બોટલો બહાર આવી હતી જેની આધારે પોલીસે બે વ્યક્તિઓને ધરપકડ કરે છે જ્યારે આ ગુનામાં સાત લોકોની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال