Monday, March 13, 2023

આણંદ પંથકમાં નરાધમ શખસે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી દૂષ્કર્મ ગુજાર્યું, બીજીવાર ગર્ભવતી બનતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો | In Anand Panthak, a miscreant man lured a girl into a love trap and committed adultery, the case reached the police station as she became pregnant for the second time. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anand Panthak, A Miscreant Man Lured A Girl Into A Love Trap And Committed Adultery, The Case Reached The Police Station As She Became Pregnant For The Second Time.

નડિયાદ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઉમરેઠ તાલુકાના એક ગામમાં રહેતી કિશોરીને ગામના જ શખ્સે પ્રેમજાળમાં ફસાવી તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, આ વાત કિશોરી પરિવારજનોને કહી શકી નહતી. પરંતુ તેની તબિયત નાદુરસ્ત રહેતા ડોક્ટરને બતાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ અંગે ખંભોળજ પોલીસે દૂષ્કર્મ ગુજારનાર શખશ સામે ગુનો નોંધ્યો હતો.

શખ્સે ગામની જ એક 14 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેની એકલતાનો લાભ લઇ તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, આ વાત કોઇને ન કહેવા જણાવ્યું હતું. જેથી કિશોરી ચુપ રહેતી હતી. આથી શખ્સને છુટો દોર મળી ગયો હતો અને તે અવાર નવાર તેના પર દૂષ્કર્મ ગુજાર્યો હતો. આખરે એક દિવસ કિશોરી ઘરે હતી તે સમયે તેની તબિયત લથડી હતી. તેણે સતત પેટમાં દુઃખતું હોવાની ફરિયાદ તેના પરિવારજનોને કરી હતી. જેથી તેઓ ચિંતિત બની ગયા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં ડોક્ટરે તપાસના અંતે કિશોરી ગર્ભવતી હોવાની ચોંકાવનારી વાત કરી હતી. આથી, તેના પરિવારજનો હતપ્રભ બની ગયાં હતાં. આખરે તેઓએ કિશોરીનો ગર્ભપાત કરાવ્યો હતો. જોકે, શખ્સે કિશોરીનો પીછો છોડ્યો નહતો. તે અવાર નવાર તેને હેરાન – પરેશાન કરતો હતો. આ ઉપરાંત ઇમોશનલી વાતો કરી તે કિશોરી પર દૂષ્કર્મ ગુજારતો હતો. આખરે ફરી કિશોરીની તબિયત બગડી હતી. તેમાં પણ તે ગર્ભવતી હોવાનું જણાતાં પરિવારજનો ખંભોળજ પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં તેઓએ શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…