ચોટીલામાં વાતવાતમાં પલ્ટો આવ્યો, ધરમપુર અને રામપરા ગામે કરા સાથે ધોધમાર વરસાદ | In Chotila there was a reversal in the conversation, Dharampur and Rampara villages received heavy rain with hail. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર26 મિનિટ પહેલા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામા વાતવાતમાં પલ્ટો આવ્યો બાદ ધરમપુર અને રામપરા ગામે કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમા મોડી સાજે કરા સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. ચોટીલાના રામપરા ગામે કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના જીરું, ઘઉં અને ચણા નિરણ જેવી વસ્તુઓને વ્યાપ નુકસાનથી ખેડૂતો પાયમાલ થયા હતા.

આ અંગે ચોટીલાના વૃધ્ધ ખેડૂત આગેવાન આંબાભાઈ ઓળકીયાના જણાવ્યા મુજબ ભરઉનાળે આવો વરસાદ અને બરફના કરાના થર જામ્યા હોય તેવું ક્યારેય પણ જોયું નથી. તેમજ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનું સરકાર દ્વારા સર્વે કરીને વળતર આપવાની પણ ઉગ્ર માગણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદથી જળબંબાકાર થઇ જવા પામ્યો હતો. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ આવતા ખેતીમાં મોટુ નુકસાન આવી પડ્યું હતુ.

અને કમોસમી માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. એમાય ઝાલાવાડ પંથકમાં કમોસમી માવઠાના પગલે ઘઉં, વરીયાળી અને એરંડાના પાકમાં વ્યાપક નુકસાન થવાની ભિતી સર્જાવા પામી હતી. જ્યારે કમોસમી માવઠાના પગલે રોગચાળો પણ ફાટી નિકળવાની દહેશત ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…