પૂર્વ અમદાવાદમાં માત્ર પુરૂષોને ટાર્ગેટ કરી લૂંટતી ગેંગ ઝડપાઈ, કોઈ એકલું અટુલું દેખાય એટલે શિકાર બનાવતાં | In East Ahmedabad, a gang targeting only men and robbing them was caught, preying on anyone seen alone. | Times Of Ahmedabad

અમદાવાદ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પુરુષને છરી બતાવીને લૂંટવાના બનાવો સામે આવી રહ્યા હતા. આ સમગ્ર બનાવવાની તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક મહત્વની સફળતા મળી છે. જેમાં તેમણે આરોપીઓને ઝડપી લીધા છે, જે આરોપીઓ માત્ર પુરુષોને રાતે છરી બતાવીને લૂંટી લેતા હતા. આ તમામ લોકોએ અલગ અલગ વિસ્તારમાં પણ લૂંટ ચલાવી છે. પણ કેટલાક લોકોએ આ સંદર્ભે ફરિયાદ નોંધાવી નથી. પરંતુ હાલ તો આઠ જેટલા ગુનાનો ભેદ ઉકેલાય છે અને હજી પણ વધુ ગુના સામે આવે તેવી શક્યતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને છે.

મિત્રોની ટોળકીનું કારસ્તાન
પોલીસે પકડેલા આરોપીઓ શિવસિંગ ઉર્ફે આશુ સિકરવાર, દિલીપ ઉર્ફે ભૂરો રાજપૂત અને રાજારામ ઉર્ફે સોનુ યાદવ છે. આ તમામ આરોપીઓ ખાસ મિત્રો છે. આ આરોપીઓ ખાસ અમદાવાદ શહેરના નિકોલ, નરોડા, રામોલ જેવા પૂર્વ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા .અહીં સાંજે કે રાત્રે નીકળતા માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા. જે પણ એકલ દોકલ પુરુષ નીકળે ત્યારે છરો બતાવીને સોનાની ચેઇન લૂંટી લેતા હતા.

11 લાખનો મુદ્દામાલ જપ્ત
ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ ત્રણેય આરોપીની ધરપકડ કરીને 8 ગુનાનો ભેદ ઉકેલીને સોનાની ચેઇન, વાહન અને મોબાઈલ સહિત રૂ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની માન્યતા છે કે પુરુષો વધુ વજનવાળી ચેઇન પહેરતા હોય છે એટલે ખાસ પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા.

મોજશોખ અને બાઇક-મોબાઈલ ખરીદવા લૂંટ
આરોપીઓ એક જ સોસાયટીમાં રહે છે અને ખાસ મિત્રો છે. હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઇલ, મોજશોખ અને બાઇક તથા મોબાઈલ ખરીદવા ચેઇન સ્નેચિંગના રવાડે ચઢ્યા હતા. આરોપીઓમાં શિવસિંગ ઉર્ફે આશુ હથિયારના ગુનામાં પકડાયો હતો. જ્યારે દિલીપ ઉર્ફે ભૂરો પણ અગાઉ હથિયારના ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ દોઢ માસમાં જ અનેક લોકોને લૂંટ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સુધી ન પહોંચેલા કેસ પણ બહાર આવશે
આરોપીઓએ ખાસ પૂર્વ વિસ્તારને જ ટાર્ગેટ કર્યો હતો, ત્યારે હજુય કેટલા એવા ગુના આચર્યા છે. જે પોલીસ ચોપડે નોંધાયા નથી. હાલ તો નોંધાયેલા આઠ ગુનાનો ભેદ ઉકેલાયો છે અને હવે આરોપીઓની કબૂલાત બાદ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે…