નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ ભગવાનના જન્મોત્સવની દબાદાભેર ઉજવણી, ઠેરઠેર શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો | In the entire district including Nadiad, the birth festival of Lord Rama Purushottam is celebrated in full force, religious programs including processions are held everywhere. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • In The Entire District Including Nadiad, The Birth Festival Of Lord Rama Purushottam Is Celebrated In Full Force, Religious Programs Including Processions Are Held Everywhere.

નડિયાદ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં આજે ચૈત્ર સુદ નોમ એટલે રામનવમીની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેકઠેકાણે શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો વળી રામજી મંદિરોમાં રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આ સાથે સાથે બપોરે બરાબર 12ના ટકોરે મહાઆરતી કરવામાં આવી છે. ભક્તોએ પંચાજીરીની પ્રસાદ ગ્રહણ કરી આ દિવસે ભાવવિભોર બન્યા છે.

ભક્તિભાવ પૂર્વક રામ જન્મોત્સવ ઉજવાયો
ખેડા જિલ્લામાં આજે ગુરુવારના રોજ રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી છે. મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ ભગવાનના જન્મોત્સવને વધાવવા રામજી મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. બપોરે બરાબર 12ના ટકોરે રામજી મંદિરોમાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે. મંદિરના પૂજારી દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. આ પછી રામ ભક્તોએ રામલલ્લાને પારણે ઝુલાવી હોતપ્રોત બન્યા હતા. નડિયાદ તાલુકાના ડભાણ ગામે આવેલ રામજી મંદિર સહિત તાલુકા મથકે આવેલ રામજી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક રામ જન્મોત્સવ ઉજવાયો છે.

ભક્તોએ પંચાજીરીનો પ્રસાદ ગ્રહણ કર્યો તો ક્યાંક ભંડારાનું પણ આયોજન કરાયું
નડિયાદ શહેરના સંતરામ સર્કલ પાસે આવેલ રામજી મંદિરમાં મહાઆરતી સમયે રામ ભક્તોથી મંદિર છલકાયું છે. તો આ ઉપરાંત કઠલાલ, કપડવંજ, ઠાસરા, માતર, ખેડા સહિતના તાલુકાઓમાં અને ગામતળ વિસ્તારમાં આવેલા રામજી મંદિરોમાં ભક્તિભાવ પૂર્વક આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભક્તોએ પંચાજીરીનો પ્રસાદ ગ્રહણ કર્યો તો ક્યાંક ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે રામજી મંદિરમાંથી ભગવાનની શોભાયાત્રા પણ નીકળી હતી. જે નગરના રાજમાર્ગો પર ફરી હતી.

બપોરે 12:39 વિજય મૂર્હતમા આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું
આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ ધર્મ સેના સહિત અનેક સંગઠનો દ્વારા તેમજ અન્ય લોકો દ્વારા ભવ્યતિઅતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરના અસંખ્ય લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા નડિયાદ, વસો, કઠલાલ, ખેડા, કપડવંજ, ઠાસરા સહિતના તાલુકાઓમાં નીકળી હતી. નડિયાદમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરીત હિન્દુ ધર્મ સેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ નૌતમ સ્વામી, સારસા સતકેવલના અવિચલદાસજી મહારાજ સહિત અન્ય સાધુ સંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં આ શોભાયાત્રા નીકળી હતી. બપોરે 12:39 વિજય મૂર્હતમા આ શોભાયાત્રાનું પ્રસ્થાન સંતરામ મંદિર ખાતેથી થયું હતું. આ યાત્રા રામરાજ્ય સ્થાપિત કરવાના સંકલ્પ સાથે સંતરામ મંદિરેથી નીકળી ડુમરાલ બજાર, ભાવસાર વાડ, અમદાવાદી બજાર, ડભાણ ભાગોળ, સરદારના સ્ટેચ્યુ, બસ સ્ટેશનથી સંતરામ મંદિરે પરત હોવાનું રૂટ છે. આ શોભાયાત્રામાં અસંખ્ય લોકો વાહનો સાથે, ચાલતા તો ક્યાંક ધજા સાથે જોડાયા હતા.

રાજ માર્ગો ‘શ્રીરામ’ ના નારાથી ગૂંજી ઉઠ્યા

આ શોભાયાત્રામાં રામ ભક્તો હરખાયા હતા. ઠેકઠેકાણે નીકળેલી શોભાયાત્રામા રાજ માર્ગો ‘શ્રીરામ’ ના નારાથી ગૂંજી ઉઠ્યા હતા. આ ઉપરાંત ધાર્મિક સંગઠનો સહિત અન્ય હિન્દુ સંગઠનોએ આ દિવસે બપોરે 3 વાગ્યે પણ શોભાયાત્રાનુ આયોજન કર્યું છે જે મોડી સાંજ સુધી ચાલશે. આજે સમગ્ર ખેડા જિલ્લો‌ રામલ્લાની ભક્તિથી રંગાયો છે અને રામજન્મોત્સવના વધમાણામા તરબોડ બન્યા છે.

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
​​​​​​​ખેડા જિલ્લામાં ઠેકઠેકાણે નીકળેલી શોભાયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો હતો. નડિયાદ શહેરમાં બે મોટી શોભાયાત્રા અલગ અલગ સમયે નીકળી હતી. જેના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. આ ઉપરાંત સેન્સેટીવ વિસ્તારો સહિત અન્ય તાલુકાઓમાં પણ હદ ધરાવતા પોલીસનો કાફલો ખડે પગે ઉભો રહ્યો હતો. બોડીવોર્ન કેમેરા દ્વારા તેમજ ત્રિનેમ દ્વારા સતત શોભાયાત્રાનું મોનીટરીંગ કરાતું હતું.

અન્ય સમાચારો પણ છે…