- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- In Fategarh Village Of Rapar, Soldiers On Duty Were Beaten Up During The Holi Parade, A Case Was Registered Against Five.
ભુજ37 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાપર તાલુકાના ફતેગઢ ગામે હોળીના બંદોબસ્ત દરમિયાન ગામનાજ બે જીઆરડી જવાનો ઉપર પાંચ સખ્સોએ હીંચકારો હુમલો કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાથમિક વિગતો મુજબ રાપર તાલુકાના ફતેગઢ ગામે ફરજ બજાવતા જીઆરડી મોહનભાઇ ગોહિલ અને નરેશ પ્રેમજી ગોહિલ ગામમાં હોળીનો તહેવાર હોઈ સાંજના અરસામાં હોળીના બંદોબસ્તમાં હતા. તે દરમિયાન ફતેગઢ ત્રણ રસ્તા પેટ્રોલપંપ નજીક બાઈક લઈને રાઉન્ડમાં જતા હતાં. તે દરમિયાન ફતેગઢ ગામના દિનેશ રામજી કોલી સામેથી પૂરપાટ ઝડપે બાઈક લઈને આવતા બને બાઈકોની સામાન્ય ટક્કર થઈ હતી. જેમા આરોપી દ્વારા ગાળાગાળી કરતા ફરિયાદી નરેશ પ્રેમજી ગોહિલના કાકા મોહનભાઇ ગોહિલ વચ્ચે પડતાં અને ગાળાગાળી કરવાની ના પાડતા આરોપી દિનેશ રામજી એક્દમ ઉશ્કેરાઈને મોબાઈલ ફોન કરીને તેના ભાઈઓ અને બનેવીને બોલાવ્યા હતા.
પ્રભુ રામજી, રમેશ રામજી,અને રામજી સંભુ કોલીનો જમાઈ અને એક અજાણ્યો ઇસમ ધોકા લાકડી જેવા હથિયારો લઈને ચાંયણા માતાજીનાં મંદિર ખાતે ઘસી આવ્યા હતાં અને બને કાકા ભત્રીજા જીઆરડી જવાનો સાથે બોલાચાલી કરીને જાતિ પ્રત્યે અપમાનિત કરીને મારીને બને ઉપર ખૂની હુમલો કર્યો હતો. જેમા બનેને હાથ, પગ સહિતના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેની જાણ રાપર પોલીસને કરતા રાપર પોલીસ દ્વારા બંનેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. જેની એટ્રોસિટી એક્ટ તળે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ રાપર પોલીસે હાથ ધરી હતી. તો જીઆરડીના જવાનો ઉપર આ પ્રકારે હીંચકારો હુમલો થતાં પોલીસ બેડામાં દોડધામ મચી પડી હતી.