- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- In Halwad, Scavenger Insulted By Caste While Scavenging Near Vegetable Market; Complaint In Police Station Threatening To Kill
મોરબી16 મિનિટ પહેલા
- કૉપી લિંક

હળવદમાં મુળીબા શાકમાર્કેટ પાસે સફાઈ બાબતે બોલાચાલી થતા નગરપાલિકાના સફાઈકર્મીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તેની હત્યા કરવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. હળવદ પોલીસ મથકમાં એટ્રોસિટીની કલમ હેઠળ ફરિયાદ નોધાઇ છે.
બનાવની મળતી વિગત મુજબ, ફરિયાદી નરેશ ઉર્ફે અતુલભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, સવારના 6:30 વાગ્યે તેઓ હળવદ દરબાર નાકા પાસે આવેલ મુળીબા શાક માર્કેટે સફાઈ કરવા માટે ગયા હતા અને સફાઈ કરતા કરતા મહેબુબ ઉર્ફે નેબાભાઈ મન્સૂરીના શાકભાજીના થડા પાસે સફાઈ કરતા હતા. તે વખતે મહેબૂબ ભાઈના પુત્ર નિજામ ઉર્ફે નાનકાએ કહ્યું હતું કે, તું બે દિવસથી કેમ સફાઈ કરવા આવતો નથી.
જેથી નરેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ બે દિવસથી રજા પર હતા. આ સાંભળીને નિજામ ઉશ્કેરાઈ ગયો હતો અને તમે ખોટું બોલો છો તેમ કહી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા. જેથી નરેશભાઈએ નિજામને અપશબ્દો બોલવાની ના પાડી હતી. આ સાંભળીને નિજામ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે નરેશભાઈને ત્રણ તમાચા માર્યા હતા અને ઝપાઝપી કરી હતી, પરંતુએ સમયે નરેશભાઈના સહકર્મીઓ અને અન્ય લોકો આવી જતા બંનેને છોડાવ્યા હતા. એ સમયે નિજામે કહ્યું હતું કે, તું બીજી વખત અહીંયા સફાઈ કરવા આવીશ તો તને જાનથી મારી નાખીશ. આ ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.