Friday, March 17, 2023

ઈકબાલગઢમાં ખાનગી દવાખાનામાં પાંચ વર્ષના બાળકનું ઈન્જેક્શન અપાયા બાદ મોત, દવાખાના પર લોકોના ટોળા ઉમટ્યા | In Iqbalgarh, a five-year-old child died after being given an injection in a private hospital, crowds of people gathered at the hospital. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

અમીરગઢ તાલુાકના ઈકબાલગઢમાં એક ખાનગી દવાખાનામાં પાંચ વર્ષના બાળદર્દીને ઈન્જેક્શન અપાયા બાદ મોત થતા પરિવારજનોએ ડોકટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. બાળકના પરિવારજનો યઅને ગ્રામજનો દવાખાના પર એકઠા થતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પરિવારજનોએ બાળકનું પેનલ પીએમ કરાવવાની માગ કરી છે. તો બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ચેખલા ગામના પાંચ વર્ષીય બાળક સહદેવસિંહ ચૌહાણની તબિયત સારી ન હોવાથી તેમના પરિવારજનો ઈકબાલગઢમાં આવેલા ડો. નીતિન પરમારના ક્લિનિક પર લઈ ગયા હતા. તબીબે બાળકની સારવાર દરમિયાન ઈન્જેક્શન આપતા થોડીવારમાં જ બાળકનું મોત નિપજ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.બાળકના મોતના પગલે પરિવારજનો અને મોટી સંખ્યામાં ગામના લોકો દવાખાના પર એકઠા થતા અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

આ મામલે પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહનું પેનલ પીએમ કરાવવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: