જલાલપુરમાં બેરોજગાર પતિથી કંટાળી યુવતી પિયરમાં આવી ગઈ, 'મારી સાથે કેમ રહેતી નથી' કહી પતિએ માર માર્યો | In Jalalpur, a girl fed up with her unemployed husband came to Pier, and was beaten up by her husband saying, 'Why don't you live with me'? | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Jalalpur, A Girl Fed Up With Her Unemployed Husband Came To Pier, And Was Beaten Up By Her Husband Saying, ‘Why Don’t You Live With Me’?

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્ક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્ક તસવીર

જલાલપુર તાલુકામાં આવેલા એક ગામે રહેતી યુવતીના લગ્ન ગણદેવી તાલુકાના યુવાન સાથે થયા હતા, જોકે, દંપતી વચ્ચે અણબનાવ થતા કાયદેસર છૂટાછેડા લીધા હતા. પહેલા લગ્નથી યુવતીને એક દીકરી છે અને ત્યારબાદ અબ્રામા ખાતે રહેતા યુવાન સાથે પ્રેમ સંબંધ થતાં તેની સાથે લગ્ન કરી દસ વર્ષથી સાથે રહે છે. આ સંબંધ થકી પણ યુવતીને એક દીકરી જન્મી છે. લગ્નના 10 વર્ષમાં ફરીવાર પરિવારમાં અણબનાવ શરૂ થયો હતો. બેરોજગાર પતિથી કંટાળી યુવતી એક વર્ષથી પોતાના પિયરમાં બંને દીકરી સાથે રહે છે અને મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

યુવતી ઘર ચલાવવા માટે અબ્રામા ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં સાફસફાઈનું કામ કરે છે ત્યારે 24 માર્ચના રોજ સવારના 08:00 વાગે અબ્રામા ચીજગામ રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં સાફ-સફાઈનું કામ કરી રહી હતી તે દરમિયાન પતિએ આવીને કહ્યું કે, તું શું કરવાની છે, મારી સાથે કેમ રહેતી નથી. એમ કહી અપશબ્દો બોલ્યા હતા. જે બાદ એકાએક ઉશ્કેરાઈ જઈ પતિએ પત્નીને જમીન પર પાડી માથામાં બ્લોક મારી દેતા યુવતી લોહી લુહાણ થઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારબાદ યુવતીની માતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાનું સમજાવતા યુવતીએ પતિ વિરુદ્ધ મારામારી અને હુમલા અંગે પોલીસ ફરિયાદ આપતા જલાલપુર પોલીસે પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم