Wednesday, March 8, 2023

જૂનાગઢના ખડીયા ગામમાં યુવતીના પરિવારજનોએ યુવતી અને તેના સાસુ સાથે મારામારી કરી | In Junagadh's Khadiya village, the girl's family members beat up the girl and her mother-in-law | Times Of Ahmedabad

જુનાગઢએક કલાક પહેલા

જૂનાગઢના ખડીયા ગામે આજથી એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ યુવતી અને તેના સાસુ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

જૂનાગઢના ખડીયા ગામમાં હનુમાન મંદિર પાસે રહેતા જગમાલભાઈ ચૌહાણ અને તેમના પુત્રવધુ હિનાબેન પોતાના ઘર પર હતા ત્યારે હીનાબેનના માવતરપક્ષના લોકો ત્યાં આવ્યા હતા અને હુમલો કર્યો હતો. હીનાબેન ગર્ભવતી હોવા છતા તેમના પિયરિયાઓએ હુમલો કર્યો હતો. હીનાબેન ઉપરાંત તેમના સાસુ હિમીબેનને પણ માર માર્યો હતો અને ધમકી આપી ચાલ્યા ગયા હતા. અંતે આ મામલે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજથી 11 મહિના પહેલા હાજાભાઈ કનારાની દીકરી હીનાબેને જયદીપ ચૌહાણ નામના યુવક સાથે્ ભાગીને લગ્ન કર્યા હતા અને તેઓ વાપી રહેતા હતા. પરંતુ, હીનાબેન ગર્ભવતી હોય જૂનાગઢ સારવાર માટે આવ્યા હતા અને ત્યાંથી પરત વાપી જવાના હતા. પરંતુ, હીનાબેન આવ્યા હોવાની જાણ તેમના પિયર પક્ષના લોકોને થતા તેઓ આવ્યા હતા અને હીનાબેન અને તેમના સાસુ પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વથધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…