જુનાગઢ9 મિનિટ પહેલા
જૂનાગઢના સરગવાળા ગામમાં આવેલી જમીન પર કબજો કરવા ઈચ્છતા બે ઇસમોએ ગામના ખેડૂત પાસે લાખો રૂપિયાની ખંડણી માંગી હતી. તેમજ ખેડૂતે ના કહેતા તેના પર જીવલેણ હુમલો કરી હવામાં ફાયરિંગ કર્યું હતું. જેને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

આ બાબતે શંભુભાઈ કરમશીભાઈ ચોવટીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, જૂનાગઢના સરગવાડા ગામે મારી પોતાની 11 વીઘા જમીન આવેલ છે જે જમીનમાં સરગવાડા ગામના જ ઈસમો જીતુ બઢ અને જયદીપ બઢ ધાક ધમકીઓ આપી જમીન પર કબ્જો કરવા માંગતા હતા. અગાઉ પણ 2019માં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી હતી..

આ દરમિયાન ગઈકાલે રાત્રે આ બંને ઈસમો દ્વારા ખંડણીના પૈસા માંગવામાં આવ્યા હતા. રાતના સમયે ખેતરનું કામ પૂરું કરી ઘરે હતા ત્યારે શંભુભાઈ કરમશીભાઈ ચોવટીયા બળજબરીથી ખેતરમાં ઘૂસી જયદીપ અને જીતુ હાથમાં હથિયારો લઈ ઢીકા પાટુનો માર મારી હવામાં ફાયરિંગ કર્યું હતું અને શંભુભાઈ અને તેમના ભાઈ ગોપાલભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા..
આ બાબતે જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા જણાવ્યું હતું કે, સરગવાળા ગામમાં સાંજના સમયે ગંભીર હુમલાનો બનાવ બન્યો હતો. જેને લઇ શંભુભાઈ ચોવટીયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શંભુભાઈ ચોવટીયા પોતાના નાનાભાઈ ગોપાલભાઈ સાથે ખેતરે હતા ત્યારે જયદીપ નારુ બઢ અને જીતુભાઈ નારુભાઈ બઢ બુલેટમાં આવી વાડી માલિક શંભુભાઈ ચોવટીયાને ધાક ધમકી આપી કહ્યું હતું કે આ જમીન અમારી છે અને લાકડી અને ઢીક્કા પાટુનો માર મારી માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી દેશી તમંચાથી હવામાં ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. હાલ આ બંને ઇસમોને પકડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.