વડોદરા11 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.
વડોદરા શહેરના કારેલીબાગમાં રહેતી પરિણીતાને તેના પતિએ જમવા બનાવવા માટે માર મારતા તે બેભાન થઇ ગઇ હતી. જેથી મહિલાએ પતિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતી પરિણીતા નીલોફોર શેખ ગત રવિવાર સાંજે પતિ નઇમ અબ્દુલ શેખ અને બાળકો સાથે બહાર હોટલમાં જમવા ગયા હતા. જ્યાં બાળકો જમ્યા હતા પરંતુ દંપતી જમ્યું ન હતું. જેથી રાત્રે નવ વાગ્યા આસપાસ પતિએ જમવા બાબતે પત્નીને ઝઘડો કર્યો હતો અને બહાર કામથી જતો રહ્યો હતો. જ્યાર બાદ રાત્રે 11 વાગ્યે પતિ પરત આવ્યો તો પત્નીએ કેમ આટલા બધા મોડા આવ્યા તે પૂછતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો.
દરમિયાન પતિએ ઘરનો દરવાજો બંધ કરી પત્નીને માર માર્યો હતો અને પિયરમાં ફોન કરી કહ્યું હતું કે તમારી છોકરીને મારી જોડે નથી રાખવી તમે તમારા ઘરે બેસાડી રાખો. પતિએ માર મારતા પત્ની બેભાન થઇ ગઇ હતી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જેથી પત્નીએ પતિ સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.