કડીએક કલાક પહેલા
- કૉપી લિંક

કડીના છત્રાલ રોડ ઉપર આવેલા હિટાચી કંપનીમાં નોકરી કરવા માટે યુવક આવ્યો હતો અને કંપનીમાં નોકરીએ જાય તે પહેલા યુવકે પોતાની બેગ કંપનીના ગેટ પાસે મૂકી હતી. જે દરમિયાન નોકરી પૂરી કરીને પાછો આવ્યો ત્યારે બેગની અંદર જોયું તો તેના ફોનની ચોરી થઈ હોવાનું માલુમ થયું હતું. યુવાને કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોતાના મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સિધ્ધપુર ખાતે રહેતા તીર્થ ચક્રવતી કે જેઓ કડીના છત્રાલ રોડ ઉપર આવેલા હિટાચી કંપનીમાં નોકરી કરે છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન તીર્થ રોજ સવારે અપડાઉન કરીને કડી ખાતે કંપનીમાં નોકરી કરવા માટે આવે છે. જે દરમિયાન તેઓ સિદ્ધપુરથી નીકળીને કડી ખાતે કંપનીમાં નોકરી કરવા માટે આવ્યા હતા અને પોતાની બેગમાં ફોન મુક્યો હતો. નોકરી પૂરી કરીને આવ્યા અને ગેટ પાસે મુકેલી બેગમાં તલાસી કરતાં પોતાના ફોનની ચોરી થઈ હોવાનું માલુમ થયું હતું.
કડીના છત્રાલ રોડ ઉપર આવેલા હિટાચી કંપનીમાં તીર્થ નોકરી કરવા માટે આવ્યા હતા અને કંપનીના ગેટના ડાબી બાજુ કામદારો જે જગ્યા ઉપર બેગ મુકતા હતા, તે જગ્યા ઉપર પોતાની બેગ મૂકી હતી. કંપનીમાં ફોન લઈ જવાની મનાઈ હોવાથી તેઓએ પોતાનો ફોન પોતાની બેગમાં જ મુક્યો હતો. નોકરી કરવા માટે અંદર ગયા હતા, જ્યાં નોકરી પૂરી થઈ જતા તેઓ પાછા આવ્યા હતા અને જ્યાં બેગ મૂકી હતી. તે બેગ લઈને અંદર જોયું તો અંદર તેઓનો ફોન દેખાયો ન હતો. જ્યાં સેમસંગ કંપનીનો રૂપિયા 20,000નો ફોન સ્વીચ ઓફ આવતા તેઓને માલુમ થયું હતું. કે તેમના ફોનની ચોરી થઈ ગઈ છે. જેઓએ કંપનીમાં તેમજ આજુબાજુ તલાસી કરતાં તેઓના ફોનની ભાળ મળી ન હતી. જ્યાં અન્ય કામદારો સાથે તેઓ કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.