મહુધામાં વિધર્મીએ સગિરાને પ્રેમજાળમાં ફસાવી નગ્ન ફોટા પાડી લીધા, સોશિયલ મીડિયામા વાયરલ કરવાની ધમકી આપી દૂષ્કર્મ આચર્યું | In Mahudha, the heathen lured Sagira into a love trap, took nude photos, threatened to make it viral on social media, and committed a misdemeanor. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • In Mahudha, The Heathen Lured Sagira Into A Love Trap, Took Nude Photos, Threatened To Make It Viral On Social Media, And Committed A Misdemeanor.

નડિયાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

ખેડા જિલ્લાના મહુધા પંથકના એક ગામમાંથી ચકચારી દુષ્કર્મનો બનાવ ઉજાગર થયો છે. જેમાં વિધર્મી યુવાને ગામની જ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. શખ્સના પિતા અને મિત્ર પણ મદદગારીમા આવતાં કુલ 3 સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નરાધમ યુવક સગિરાના પાડેલા નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હોવાનું પણ એફઆઈઆરમા ઉલ્લેખ છે.

સગીરાના ભોળપણનો લાભ લઈ નગ્ન ફોટા પાડી લીધા
મહુધા તાલુકાના એક ગામમાં રહેતા લઘુમતી સામજના યુવક પરિયાદ પઠાણને ગામની હિન્દુ સમાજની એક સગીરા મનમાં વસી ગઈ હતી. આ યુવાનનો‌ હવસનો કિડો સળવળી ઉઠ્યો હતો અને તેણીને પામવા રોજ અવનવા પેતરા આજમાવતો હતો. કોઈ વાર તેણીનો પીછો કરતો હતો. એક દીવસ આ સગીરા નરાધમ પરિયાદ પઠાણની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ હતી. બાદમા નરાધમે સમયાતંરે આ સગીરા સાથે એકાંતમાં મિલન મુલાકાત કરતો હતો. આ દરમિયાન નરાધમ પરિયાદ પઠાણે સગીરાના ભોળપણનો લાભ લઈ નગ્ન ફોટા પાડી લીધા હતા.
છેવટે સગીરાએ હવસખોરના ચૂંગાલમાંથી છુટવા માવતરને જાણ કરી
આ પછી પરિયાદે પોતાનાં બે સાગરીતોની મદદથી આ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર પછી નરાધમે ભોગબનનરના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેમેઇલ કરતો હતો. જેથી ડરી ગયેલી આ સગીરા અવાર નવાર નરાધમ હવસખોર પરીયાદના તાબે થઈ હતી. હવસખોર પોતાની હવસને સંતોષવા તેણીની પર દુષ્કર્મ આચરતો હતો. છેવટે કિશોરીએ એક દિવસ આ મામલે પોતાના માવતરને જાણ કરતા તેણીના માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને મામલો મહુધા પોલીસ મથકે પહોંચ્યો હતો. સમગ્ર મામલે મહુધા પોલીસમાં આ હવસખોર પરિયાદ પઠાણ અને આ કેસમા મદદગારી કરપાર તેના બે સાગરીતો જેમા એક મિત્ર અને પરિયાદના પિતાનો સમાવેશ થાય છે. આમ કુલ 3 સામે ફરિયાદ નોધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم