રાહુલ ગાંધીની લોકસભામાંથી સદસ્યતા રદ કરવા મામલે કહ્યું- અત્યાર સુધી અમે સંસદમાં લડાઈ લડતા હતા હવે સડક પર લડીશું | In the matter of canceling Rahul Gandhi's membership from the Lok Sabha, he said - Till now we were fighting in the Parliament, now we will fight on the streets. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • In The Matter Of Canceling Rahul Gandhi’s Membership From The Lok Sabha, He Said Till Now We Were Fighting In The Parliament, Now We Will Fight On The Streets.

નડિયાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

4 વર્ષ પહેલાં દક્ષિણ ભારતના કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીમાં તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસમાં 3 દિવસ અગાઉ સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ બાદ લોકસભામાંથી સદસ્યતા પદ રદ કરાયું હતું. આ મામલે આજે ગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રવકતાએ નડિયાદ ખાતે બોલાવેલ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને અમે અત્યાર સુધી સંસદમાં લડાઈ લડતા તે હવે સડક પર લડીશું તેમ કહ્યું છે. ઉપરાંત અદાણી પોર્ટ પરથી લાખો, કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસોમાં કેમ કોઈ તપાસ નથી કરાતી તેવા સવાલો કર્યા છે.

આવા બદનક્ષીમાં કેસમાં કાયદો કહે છે કે, ઓછામાં ઓછી સજા થાય તે ધ્યાન રાખવું જોઈએ
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીના પાર્લામેન્ટ સદસ્યતા રદ્દ કરવાના મામલે આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રવકતા ડો. અમીત નાયક, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માલસિંહ રાઠોડ, કાર્યકારી પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી, નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રદેશ કોગ્રેસના પ્રવકતાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, ખોટો ઉપજાવી કાઢેલો કેસ છે, જે સ્પિચ દક્ષિણ ભારતમાં આપી હતી તે સ્પિચને આધાર બનાવીને ગુજરાતના સુરતમાં માનહાનીનો કેસ દાખલ કરાયો હતો. ભારતીય જનતા પાર્ટી નેતાને આ સ્પિચ સાથે સિધો કોઈ લગાવ કે આક્ષેપ નથી એવા વ્યક્તિએ રાહુલ ગાંધી પર બદનક્ષીનો કેસ કરે છે અને નીચલી કોર્ટમાં જે બાબત આવતી નથી એવી કોર્ટમાં તાબડતોડ આ કેસ ચલાવવામાં આવે છે અને ચુકાદો આપી દેવામાં આવે છે. આવા બદનક્ષીમાં કેસમાં કાયદો કહે છે કે, ઓછામાં ઓછી સજા થાય તે ધ્યાન રાખવું જોઈએ.

ગુજરાતના જે અદાણી પોર્ટ પરથી લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તેની તપાસ કેમ નથી કરાતી. વધુમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તાએ જણાવ્યું કે, અમે અત્યાર સુધી સાસંદમા લડતા હતા પણ હવે સડક પર લડીશું, અમારો એટલે કે, જનતાનો અવાજ દબાવી શકશે નહી. આવનાર દિવસોમાં આક્રમક કાર્યક્રમો આપીશું અને વારંવાર સવાલો ઉઠાવતા રહીશું. તેઓએ જણાવ્યું કે, ગુજરાતના જે અદાણી પોર્ટ પરથી લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તેની તપાસ કેમ નથી કરવામાં આવતી.સરકારી સંસ્થાઓ પણ કોઈ કાર્યવાહી કેમ નથી કરી રહી તેવા સવાલોનો મારો ચલાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم