નડિયાદમાં બે મોટરસાયકલો સામસામે અથડાતા અકસ્માત, બે યુવકોના મોત, એક ઘાયલ | In Nadiad, two motorcycles collide head-on, two youths killed, one injured | Times Of Ahmedabad

નડિયાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

નડિયાદમાં ગતમોડી રાત્રે બે મોટરસાયકલો સામસામે અથડાતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બંન્ને મોટરસાયકલોના ચાલકોને ગંભીર ઈજા થવાથી મોતને ભેટ્યા છે. તો વળી આ બે પૈકી એક મોટરસાયકલ પાછળ બેઠેલા વ્યક્તિને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસે ફેટલ અકસ્મતાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ચકલાસી ભાગોળ ફતેપુરા રોડ પર આવેલ શુભમ સોસાયટી પાસેનો બનાવ
નડિયાદ શહેરમાં કિશન સમોસાના ખાચા વિસ્તારમાં રહેતા 40 વર્ષિય લાલાભાઈ રમણભાઈ તળપદા ગતરોજ ચૈત્રી આઠમ હોવાથી પોતાના દિકરા સુરેશ (ઉ.વ.20) સાથે મોટરસાયકલ લઈને પિતા-પુત્ર બોરડી વિસ્તાર ફતેપુરા રોડ ખાતે ગયા હતા. દરમિયાન આ સુરેશ પોતાના પિતાને કહેલ કે હું ચકલાસી ભાગોર માતાજીના દર્શન કરવા જાઉં છું તેમ કહી મધરાત બાદ પોતાનું મોટરસાયકલ નંબર (GJ 07 E.J. 0829) ચલાવીને નીકળ્યો હતો. આ દરમિયાન ચકલાસી ભાગોળ ફતેપુરા રોડ પર આવેલ શુભમ સોસાયટી પાસે સામેથી આવતા મોટરસાયકલ સાથે સુરેશે પોતાનુ વાહન અથડાવ્યુ હતું.

પિતાએ મૃતક પુત્ર સામે ફરિયાદ નોંધાવી
ઘટનામાં બાઈક ચાલક સુરેશ તળપદા અને સામાવાળા બાઈક ચાલક રાકેશભાઈ રમેશભાઈ તળપદા (રહે.કમળા ચોકડી, નડિયાદ) અને આ રાકેશની મોટરસાયકલ પર પાછળ બેઠેલા તરૂણભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ત્રણેય લોકો રોડ પર પટકાતા માથા તેમજ શરીરના ભાગે ઈજા થઈ હતી. આ પૈકી બાઈક ચાલક સુરેશ તળપદા અને ચાલક રાકેશભાઈ તળપદાનુ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જ્યારે તરૂણને ગંભીર ઈજાઓ થતાં તે સારવાર હેઠળ છે. આ બનાવ મામલે લાલાભાઈ રમણભાઈ તળપદાએ નડિયાદ ટાઉન પોલીસમાં પોતાના મરણજનાર પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં મરણજનાર સુરેશ પોતે વધુ સ્પિડમા હોવાનું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم