રાજકોટમાં સોસાયટીની કમિટીના સભ્યોએ પીવાના પાણીથી વંચિત રાખતા પ્રૌઢે આપઘાત કર્યો,સુસાઇડ નોટ મળી | In Rajkot, society committee members deprived Praudh of drinking water, committed suicide, suicide note was found | Times Of Ahmedabad

રાજકોટ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર પરીન ફર્નિચર પાછળ આવકાર સીટી એપાર્ટમેન્‍ટ ઇ વિંગ-105 માં રહેતાં કારખાનેદાર જીતેન્‍દ્રભાઇ લક્ષમણભાઇ સગપરીયા (ઉ.વ.55)એ ઢેબર રોડ અટીકા ફાટક પાસે પરમેશ્વર-3 માં આવેલા પોતાના ઇલેક્‍ટ્રીક મોટર બાંધવાના કારખાનામાં ગત 20 માર્ચના રોજ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. આ સમયે પોલીસને તેની પાસેથી સુસાઇડ નોટ મળી હતી. જેમાં સોસાયટીની કમિટીના આગેવાનો પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતાં. અને તેઓના ત્રાસને કારણે પોતે આ પગલુ ભરી રહ્યા છે તેવી નોંધ હતી. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘર ખાલી કરાવવા દબાણ કર્યું
આપઘાત કરનાર જીતેન્‍દ્રભાઇ પટેલને સંતાનમાં એક દીકરો છે. આપઘાત કરતા પહેલા તેમણે સ્‍યુસાઇડ નોટ લખી હતી તેમાં લખ્‍યું હતું કે હું સગપરીયા જીતેન્‍દ્ર લક્ષમણભાઇ માનસિક પરેશાની ભોગવુ છું. કારણ મારી સોસાયટીમાં ગેરકાયદેસર ચાલતી કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ તથા દરેકની હાજરીમાં ઉપપ્રમુખે જાહેરમાં મને મેઇન ગેઇટથી અંદર પાણી મારા ઘર સુધી ન આવે તેવી ખુલ્લી ધમકી આપી હતી. હું હાલ E વિંગમાં ભાડેથી રહુ છુ તે બળજબરીથી ખાલી કરાવવા દબાણ કરાયુ હતું. બીજા બધાને પાણી મળે છે પરંતુ મારા ઘરમાં આ લોકો પાણી આપતાં નથી આ કારણે મારે વેંચાતુ લેવું પડે છે.મેં મારા ફલેટ નં. 105નો મ્‍યુ. કોર્પોરેશનનો વેરો પણ ભરી દીધો છે. અગાઉ મેં પોલીસમાં અરજી કરી હતી.

સુસાઇડ નોટમાં પોતાની વ્યથા વર્ણવી

સુસાઇડ નોટમાં પોતાની વ્યથા વર્ણવી

મને સોસાયટીમાંથી કાઢવા માંગે છે
વધુમાં તેમણે લખ્યું હતું કે, સોસાયટીમા ગેરકાયદે ચાલતી કમીટી પોતાની ધાક જમાવવા એક પછી એક ઘરને કાઢવાની જોહુકમી ચલાવે છે. અત્‍યારે વિંગના દરેક ઘરને પાણી મળે છે. મારે પાણી વેંચાતુ લઇને જરૂરીયાત પુરી પાડવી પડે છે. મારુ પાણી ઢોળીને આ લોકો મારા પર અત્‍યાચાર ગુજારે છે, મને આ રીતે હેરાન કરવા માટે કમીટી જવાબદાર છે. મને સોસાયટીમાંથી કાઢવા માંગે છે. મારી ઉપર સામ-દામ-દંડની નીતિ અપનાવી અત્‍યાચાર ગુજારે છે.

મને મજબૂર કરનારને સરકાર સજા આપે
વધુમાં તેમણે લખ્યું હતું કે,હું એટલો કંટાળી ગયો છું કે મેં ફરિયાદ કરવા છતાં તેમાંથી આ લોકો છટકી જાય છે. મને પાણી વીના મારવા માંગે છે, તો હું ઝેર પીને આત્‍મહત્‍યા કરુ છું. આ પગલુ ભરવા માટે મને મજબૂર કરનારને સરકાર સજા આપે અને કડક સજાય થાય તેવી મારી અપીલ છે. મારા પરિવારને ન્‍યાય આપજો. આ માટે જવાબદાર કમીટીના પ્રમુખ, ઉપપ્રમુખ, વિંગના લોકો જવાબદાર છે.’ આ લખાણ સાથે તેમના પરિજનોના નામ અને ફોન નંબર પણ સુસાઇડ નોટમાં લખ્‍યા હતાં.

જીતેન્‍દ્રભાઇએ ગત મોડી રાતે દમ તોડ્યો

જીતેન્‍દ્રભાઇએ ગત મોડી રાતે દમ તોડ્યો

જવાબદારો સામે ગુનો દાખલ થશે?
સારવાર દરમિયાન જીતેન્‍દ્રભાઇએ ગત મોડી રાતે દમ તોડી દેતાં ભક્‍તિનગર પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હતી. ત્યારે હવે સુસાઇડ નોટના આધારે તાલુકા પોલીસમાં આ મામલે જવાબદારો સામે ગુનો દાખલ થાય તેવી શક્‍યતા સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم