Friday, March 10, 2023

સુરતમાં લાકડાના ફટકા લઈ યુવતીની આવારાગીરી, જાહેરમાં ગાડીના કાચ તોડી ભયનો માહોલ પેદા કર્યો | In Surat, girl's rampage with a wooden stick, breaking car windows in public created an atmosphere of fear. | Times Of Ahmedabad

સુરત30 મિનિટ પહેલા

સુરતમાં વધુ એક યુવતીને લેડી ડોન બનવાના અભરખાં જાગ્યા હોય તેમ સામે આવ્યું છે. ભાવલીના નામે ઓળખાતી યુવતીએ લોકોમાં ભય ઉપજાવા અને પોતાનો ડર બનાવી રાખવા અસામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલી જોવા મળી હતી.ચાર દિવસ પહેલા સોશિયલ મીડિયામાં કાપોદ્રા વિસ્તારમાં જાહેરમાં ધમાલ મચાવતી યુવતી સાથે કેટલાક યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેના આધારે કાપોદ્રા પોલીસે ભાવના ઉર્ફે ભાવલી વાળા નામની યુવતીની બે જુદાજુદા ગુનામાં ધરપકડ કરી છે. જાહેરમાં લોકોને હેરાન કરવા બાબતે અને રાયોટિંગના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હથ ધરી છે.

રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં ભાવલી અને તેના સાગરિતોએ તોડફોડ કરી હતી.

રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં ભાવલી અને તેના સાગરિતોએ તોડફોડ કરી હતી.

લેડી ડોન બનવાના અભરખાં
કાપોદ્રા વિસ્તારમાં 24 વર્ષીય ભાવના ઉર્ફે ભાવલી વાળા જાહેરમાં ધમાલ મચાવતી હતી. પોતાના ચારથી પાંચ આવારા મિત્રો સાથે જાહેરમાં લાકડાના ફટકા અને હથિયારો સાથે લોકોમાં ડર ઉભો કરાવનો માહોલ બનાવતા હતા. જે રીતે ભાવના ઉર્ફે ભાવલી જાહેરમાં લાકડાના ફટકા વડે બાઇક પર જતા લોકોને હેરાન પરેશાન કરી રહી છે.ને મિત્રો સાથે ધમાલ કરી રહી છે. તે જોતા તેને સ્થાનિક વિસ્તારમાં લેડી ડોન બનવાના અભરખા થયા હોય તેમ સામે આવ્યું છે.

ભાવલી આવારા તત્વો સાથે નીકળીને તોફાન મચાવે છે.

ભાવલી આવારા તત્વો સાથે નીકળીને તોફાન મચાવે છે.

ભાવલીની ધમાલનો વીડિયો વાઈરલ
કાપોદ્રા વિસ્તારમાં આવેલી નાલંદા સ્કૂલ પાસે આવેલી સોસાયટીમાં ભાવલી અને તેના મિત્રોએ મોટરસાયકલ પર ભારે ધમાલ મચાવી હતી. હાથમાં લાકડાના ફટકા અને જુદા જુદા પ્રકારના હથિયારો સાથે મોટરસાયકલ પર નીકળી રાહદારીઓને ભારે હેરાન પરેશાન કરતા હતા. આ ધમાલ મચાવતી ભાવલીનો વીડિયો પાછળથી આવતા કાર ચાલકે મોબાઇલમાં બનાવ્યો હતો. જે વાઈરલ થયો હતો. તે ઉપરાંત ભાવલી અને તેના મિત્રોએ આ જ સોસાયટીમાં આગળ હાથમાં હથિયારો જાહેર રસ્તા પર ઉભા રહી ધમાલ મચાવી હતી. રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારના કાચ પણ તોડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

ભાવલી સોશિયલ મી઼ડિયામાં રૌફ બતાવતી રીલ્સ પણ મૂકે છે.

ભાવલી સોશિયલ મી઼ડિયામાં રૌફ બતાવતી રીલ્સ પણ મૂકે છે.

ભાવલી કોણ છે?
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ભાવલી ઉર્ફે ભાવના જેની ઉંમર હાલ 24 વર્ષની જાણવા મળી છે. આ ઉંમરમાં લેડી ડોન બનવાના અભરખા ઉભા થયા છે. ભાવલીએ અભ્યાસ છોડી દીધો છે. હાલ કોઈ જ કામકાજ કરતી નથી. શહેરમાં આવારાગીરી કરતા અને લુખ્ખાતત્વો કે, જેઓ કોઈ જ કામ ધંધો નથી કરતા અને માત્ર અસામાજિક પ્રવૃત્તિ કરી લોકોમાં ડર ઉભો કરે છે. તેવા અલગ અલગ યુવાનો સાથે ગ્રુપ બનાવીને ફર્યા કરે છે. તેમની સાથે મળી ભાવલી પણ કાપોદ્રા , પુણા, યોગીચોક સહિતના વિસ્તારમાં ધમાલ કરી, લોકોને હેરાન કરી, ધાક ધમકીઓ આપી લોકોમાં ડર ઉભો કરે છે. પોતાનો હાવ બનાવવાનો પ્રયાસ કરે છે.

બાઈક પર નીકળી તોફાન મચાવતી ભાવલીનો વીડિયો વાઈરલ થયો હતો.

બાઈક પર નીકળી તોફાન મચાવતી ભાવલીનો વીડિયો વાઈરલ થયો હતો.

પોલીસે રાઇટિંગના ગુનામાં ભાવલીની ધરપકડ કરી
કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે ભાવલી અને તેના ચાર મિત્રો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. જાહેરમાં ધમાલ મચાવી અને ગાડીના કાચની તોડફોડ કરવા અંગે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ કરી હતી. જેમાં પોલીસે ગત રોજ તેના ચાર મિત્રોની ધરપકડ કરી હતી. જ્યારે ભાવલીને કાપોદ્રા પોલીસે આજે કામરેજ વિસ્તારમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આ અગાઉ કાપોદ્રા પોલીસે જાહેરમાં લોકોને હેરાન કરવા કલમ 135 મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવલીએ અગાઉ પણ કાયદો તોડી જીવલેણ હુમલો કર્યો હતો.

ભાવલીએ અગાઉ પણ કાયદો તોડી જીવલેણ હુમલો કર્યો હતો.

અગાઉ નાની દમણમાં 307માં ધરપકડ
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ભાવલી સુરતમાં જ નહીં પરંતુ બહાર દમણ ખાતે પણ તેના મિત્રો સાથે ગઈ હતી. ત્યાં પણ તેને ધમાલ કરી હતી. ભાવલી અને તેના મિત્રોની નાની દમણમાં ધમાલમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે નાની દમણમાં ભાવલી સામે 307 મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જેમાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: