સુરતમાં ઉધાર રૂપિયા પરત ન કરવા પડે તે માટે પતિએ પત્નીને મિત્રને હવાલે કરી, ત્રણ વર્ષ સુધી પતિની નજર સામે જ મિત્રના હાથે પત્ની પીંખાતી | In Surat, the husband gave his wife to a friend to avoid having to return the borrowed money, for three years, the wife was beaten by the friend in front of the husband's eyes. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Husband Gave His Wife To A Friend To Avoid Having To Return The Borrowed Money, For Three Years, The Wife Was Beaten By The Friend In Front Of The Husband’s Eyes.

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

શહેરના કતારગામમાં દાંપત્ય જીવનમાં લાંછન રૂપ કિસ્સો નોંધાયો છે. પતિએ ઉધાર લીધેલા રૂપિયા પરત કરવામાં નિષ્ફળ જતાં મિત્રને પોતાની પત્ની ભોગવવા માટે આપી દેતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસ દ્વારા મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

40 હજાર લીધા હતા
કતારગામ ખાતે રહેતી પરિણીતા દ્વારા પોતાના પતિ અને તેના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. વિવાહિતાએ પોલીસ ફરિયાદમાં પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે તેના પતિએ 2017માં તેના મિત્ર મુકેશ પાસેથી 40 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. જો કે, મુકેશ દ્વારા અવાર નવાર રૂપિયાની – ઉઘરાણી કરતાં તેના પતિએ રૂપિયા પરત કરવા અંગે પોતાની અસમર્થતા દાખવી હતી.

પૈસાના બદલે પત્ની આપી
​​​​​​​
નરાધમ પતિએ પોતાની પત્નીને મુકેશને હવાલે કરી દીધી હતી. નરાધમ પતિએ મુકેશને રૂપિયા ન આપવા પડે તે માટે જ્યારે ઈચ્છા હોય ત્યારે તેની પત્નીને ભોગવવા માટે ધરી દીધી હતી. મુકેશ અને પીડિતાના પતિ વચ્ચે થયેલા આ પ્રકારના સમાધાનને પગલે મુકેશ પતિની હાજરીમાં જ ઘરે આવતો હતો અને વિવાહિતાની મરજી વિરૂદ્ધ તેના ૫૨ બળાત્કાર ગુજારતો હતો.

ત્રણ વર્ષ મહિલાએ પીડા ભોગવી
​​​​​​​
ત્રણ-ત્રણ વર્ષ સુધી મુકેશ દ્વારા આ રીતે પાશવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટના અંગે વિવાહિતા દ્વારા વિરોધ કરવામાં આવતાં તેનો પતિ પણ તેની સાથે મારઝુડ કરતો હતો. ત્રણ વર્ષ સુધી ચાલેલા આ નર્કાગાર જીવનને કારણે અંતે કંટાળીને વિવાહિતાએ પોતાના પતિ સાથે છુટાછેડા લઈ લીધા હતા.

મહિલાએ હિંમત કરી ફરિયાદ નોધાવી
​​​​​​​​​​​​​​
વિવાહિતાએ હિમ્મત કરીને પોતાના પતિ અને તેના મિત્ર મુકેશ વિરૂદ્ધ બળાત્કાર સહિતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم