Friday, March 24, 2023

તારાપુરમાં એક શખસે વૃદ્ધની જમીન પચાવી પાડી, પોલીસ ફરિયાદ નોંધાઈ | In Tarapur, a man grabbed an old man's land, a police complaint was registered | Times Of Ahmedabad

આણંદ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ખેડાના સમાદરાના વતની અને છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ રહેતા પ્રેમસિંહ શનાભાઈ રાજવી (ઉ.વ.63)એ તારાપુરના સાંઠ ગામે ત્રણેક વિઘા જમીન ખરીદી હતી. જોકે, જમીનના મુળ માલિક વિનય બચુભાઈ પટેલ (રહે. સોજિત્રા)ના નામે ચાલતી હતી. જે તે સમયે જમીન વેચવાની હતી તે સમયે ટાઈટલ ક્લીયર હોવાથી જમીન વેચાણ રાખી હતી. જોકે, મુળ માલિક વિનયભાઈ બચુભાઈ પટેલ જેઓ વિદેશ હોવાથી તેઓ આવે બાદમાં દસ્તાવેજ કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ 2014માં તેઓ આવતા જમીનનો દસ્તાવેજ કર્યો હતો.

બીજી તરફ જમીન નામે થતાં પ્રેમસિંહ જમીન ખેડવા માટે ગયા હતા. તે સમયે ગંધુભાઈ જીવણ ભરવાડ (રહે. સાંઠ, તા.તારાપુર) ખેડતાં હતાં. આમ, ગંધુભાઈ જીવણ ભરવાડે ગેરકાયદેસર જમીનનો કબજો કરી લીધો હતો. આખરે આ અંગે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. આખરે તે માન્ય રહેતા તારાપુર પોલીસે ગંધુ ભરવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.