સુરત7 મિનિટ પહેલા
- કૉપી લિંક
રામ નવમીના દિવસે માર્કેટ બંધ રાખવા માટે હિન્દુ સંગઠનોએ ઉગ્ર રજૂઆત કરી હતી
દેશભરમાં એક તરફ ભવ્ય રીતે રામજન્મોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપીને ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે સુરતમાં કંઈક અલગ દ્રશ્યો જોવા મળ્યાં છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાનની જે રજા નક્કી કરવામાં આવી હોય છે. તે મુજબ જ માર્કેટને બંધ રાખવામાં આવે છે. આ વખતે રામનવમીના દિવસે માર્કેટ બંધ રાખવા માટેની માંગણી હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તેને માન્ય ન રાખતા પ્રમુખનું મોઢું કાળું કરાયું હતું.
નારેબાજી પણ કરવામાં આવી હતી.
શાહીથી મોં કાળું કરાયું
ફોસ્ટાના ઇતિહાસમાં પહેલી વખત પ્રમુખનું મોઢું કાળું કરાયું છે. વીપ્ર સેના દ્વારા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ એસોસિએશનના પ્રમુખ મનોજ અગ્રવાલ સમક્ષ રજૂઆત કરવા માટે ગયા હતા. તેમણે માંગણી કરી હતી કે, રામ નવમીના દિવસે સમગ્ર શહેરને ટેક્સટાઇલ માર્કેટ અને બંધ રાખવામાં આવે. પરંતુ તે માંગણી તેમને ન સ્વીકારતા મોટી સંખ્યામાં ગયેલા વીપ્ર સેના તેમજ હિંદુ સંગઠનોના યુવકો દ્વારા તેમના ઉપર કાળી શાહી ફેંકવામાં આવી હતી, અને તેમનું મોઢું કાળું કરી દેવામાં આવ્યું હતું.
રજા માટેની માંગણી કરી વિરોધ કર્યો તે યોગ્ય નથી: પ્રવક્તા
ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું કે, આજે વીપ્ર સેના તેમજ અન્ય હિન્દુ સંગઠનોના કુલ 300 જેટલા લોકો ફોસ્ટાની ઓફિસે રામ નવમીના દિવસે માર્કેટ બંધ રાખવાની માંગણી કરી હતી. જોકે, અમારા એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાન જે રજાઓ નક્કી કરી છે. તે જ મુજબ રજા આપવામાં આવતી હોય છે. આવી રીતે એકાએક કોઈ રજા જાહેર કરી દેવામાં આવતી નથી. જો આવી રીતે એકાએક રજા જાહેર કરવામાં આવે તો ઘણા બધા લોકોને મુશ્કેલી પડી શકે છે. પરંતુ ખૂબ જ ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવ્યો અને અમારા પ્રમુખના ચહેરા ઉપર કાળી સહી ફેકવામાં આવી છે. આ બાબતનો અમે સદંતર રીતે વખોડી કાઢીએ છીએ.
યુવાનોએ હોબાળો પણ ભારે મચાવ્યો હતો.
ત્રણ વર્ષથી માંગણી કરી પરંતુ સ્વીકારી નથી
વીપ્ર સેનાના યુવા અધ્યક્ષ જય શર્માએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી અમે સુરત ટેક્સટાઇલ માર્કેટના સૌથી મુખ્ય એસોસિએશન એવા ફોસ્ટાને રામ નવમીના દિવસે ઉજવણી કરવા માટે માર્કેટને બંધ રાખવાની રજૂઆત કરતા આવ્યા છીએ પરંતુ આજ સુધી અમારી આ માંગણી સ્વીકારવામાં આવી નથી. આજે પણ જ્યારે અમે રજૂઆત કરવા જ ગયા ત્યારે તેમણે મોટી મોટી વાતો કરી હતી પરંતુ, માર્કેટ બંધ રાખવાની વાત સ્વીકારી ન હતી. આ બાબતે અમે એમના ઉપર કાળી શાહી ફેંકીને વિરોધ નોંધાવ્યો છે.
માર્કેટ બહાર બેસીને રામધૂન બોલાવાઈ હતી.