Wednesday, March 8, 2023

વડોદરામાં પત્નીએ નાસ્તો ન આપતા ગુસ્સે થયેલા પતિએ બચકું ભરી પત્નીની આંગળી કાપી નાખી | In Vadodara, the angry husband cut off his wife's finger after the wife did not give him breakfast | Times Of Ahmedabad

વડોદરા3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પતિએ નાસ્તા ન આપતા ઉશ્કેરાયેલા પતિએ બચકું ભરી તેની પત્નીની આંગળી કાપી નાખ્યાની ઘટના સામે આવી છે.

દંપતીને સંતાનમાં એક દીકરી
ફરિયાદ અનુસાર ખેડા જિલ્લાના બોરસદ તાલુકાના બામણગામમાં રહેતા ચંપાબેન માછીના લગ્ન વર્ષ 2006માં વડોદરાના નરેશભાઇ ગોવિંદભાઇ માછી (રહે. જયઅંબેનગર, સરદાર એસ્ટેટ પાસે, આજવા રોડ) સાથે થયા હતા. લગ્નજીવનથી સંતાનમાં તેમને એક દીકરી છે.

પત્નીએ કહ્યું- કામ ધંધો નથી કરતા એટલે નાસ્તો નહીં મળે
ગત 2 જાન્યુઆરી 2023ના રોજ ચંપાબેન સાસરીમાં સવારમાં ઉઠીને ચા-નાસ્તો કરતા હતા ત્યારે પતિ નરેશભાઇએ કહ્યું કે મારા માટે ચા નાસ્તો રહેવા દેજો. જેથી ચંપાબેને કહ્યું કે, તમે કોઇ કામ ધંધો કરતા નથી જેથી ચા નાસ્તો મળશે નહીં. જેથી નરેશભાઇ રસોડામાં આવ્યા અને પત્ની સાથે ઝઘડો કરી મારામારી કરવા લાગ્યા હતા. તેમજ ગુસ્સામાં આવી પત્નીના ડાબા હાથની વચલી આંગળી બચકું ભરી આગળનો ભાગ અલગ કરી નાખ્યો હતો.

આંગળીનું ઓપરેશન કરાવવું પડ્યું
જેથી લોહીલુહાણ હાલતમાં ચંપાબેન ગોત્રી સરકારી હોસ્પિટલ સારવાર માટે પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. જેથી ચંપાબેને પાણીગેટ વિસ્તારમાં આવેલ ડભોઇ સર્જીકલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું અને સ્વસ્થ થતાં પતિએ કરેલા હુમલા બદલ પતિ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે…