વડોદરા44 મિનિટ પહેલા
- કૉપી લિંક
નશામાં ધૂત આરોપી તપેશ ઝા.
શહેરના રાવપુરા વિસ્તારમાં દારૂ પી પોલીસ હોવાનો રોફ મારી બબાલ કરી રહેલા શખ્સની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે. નોંધનીય છે કે આરોપી અગાઉ ડિફેન્સ વિભાગમાં તેમજ એમ.એસ.યુનિવર્સિટીમાં સિક્ટોરિટી અફિસર તરીકે ફરજ બજાવી ચુક્યો છે.
AHPના નેતાએ પોલીસને જાણ કરી
ગત રાત્રે કોઠી કચેરી નજીક ગાડીમાં પોલીસ જેવી વર્દી લટકાવી ફરતા શખ્સે બબાલ કરી હતી. જેથી ત્યાં હાજર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના (AHP)વડોદરા મહાનગર ઉપાધ્યક્ષ ઉમેશ જોષીએ પોલીસને કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી કે, પોલીસ જેવો દેખાતો એક શખ્સ અપશબ્દો બોલે છે અને માર મારવાનો પ્રયાસ કરે છે. જેથી રાવપુરા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને નશાની હાલતમાં રહેલા ડિફેન્સ વિભાગના પૂર્વ કર્મચારી તપેશકુમાર વૈજનાથ ઝા (રહે. સ્પીગવુડ-2 રેસીડેન્સી, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા)ની ધરપકડ કરી હતી.

આ કારમાં આવ્યો હતો નશેબાજ.
એમ.એસ.યુનિવર્સિટીમાંથી ટર્મિનેટ કરાયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે તપેશ ઝા અગાઉ એમ.એસ.યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે સિક્યોરિટી ઓફિસર તરીકે નોકરી કરતો હતો. પરંતુ નોકરી પર નશાની હાલતમાં આવતો હતો અને ફરજમાં બેદરાકરી દાખવતો હોવાથી તેને વર્ષ 2006માં એમ.એસ.યુનિવર્સિટી દ્વારા ટર્મિનેટ કરી દેવાયો હતો.

એમ.એસ.યુનિવર્સિટીનું જૂનુ આઇકાર્ડ સાથે રાખતો.
દારૂ પી કાર લઇને નિકળ્યો હતો
તપેશ ઝા કોઠી કચેરી પાસે સ્વિફ્ટ કાર GJ 06 JQ 8457 લઇને આવ્યો હતો અને પોતે પોલીસ અધિકારી હોવાનો રોંફ મારી રહ્યો હતો. તેની કારમાંથી પોલીસ જેવી વર્દી પણ હતી જેના પર ત્રણ સ્ટાર લાગેલા હતા. રાવપુરા પોલીસે આરોપી તપેશ ઝાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ગુજરાત પોલીસ લખેલ ટી શર્ટ પહેરી હતી.