Sunday, March 5, 2023

ખંભાતના ખટનાલ ગામનો બનાવ, મૃતક ઘરમાં ઊંઘી રહી હતી ત્યારે જ આરોપીએ તિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગુનાને અંજામ આપ્યો | The incident in Khatnal village of Khambhat, when the deceased was sleeping in the house, the accused attacked him with a sharp weapon and committed the crime. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Incident In Khatnal Village Of Khambhat, When The Deceased Was Sleeping In The House, The Accused Attacked Him With A Sharp Weapon And Committed The Crime.

આણંદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

ખંભાત તાલુકાના ખટનાલ ગામે મધરાતે પતિ સાથે સુતેલી પરિણીતાના રૂમમાં તેનો જેઠ ઘુસી આવ્યો હતો અને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ભાગી ગયો હતો. આ ઘટનાથી સ્તબ્ધ થઇ ગયેલા પરિવારજનો તાત્કાલિક પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે જેઠ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાતના ખટનાલ ગામે આવેલા જીતપુરા મોભીયા સીમમાં રહેતા લાલજીભાઈ મફતભાઈ ઠાકોર તેમના બે પુત્ર સંજય (ઉ.વ.30) અને નાનો પુત્ર નીતિન (ઉ.વ.25) સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં સંજયના લગ્ન થયા નથી. પરંતુ નીતિનના પાંચ વર્ષ પહેલા દક્ષાબહેન સાથે લગ્ન થયાં હતાં. જે લગ્ન જીવનમાં તેમને એક ત્રણ વર્ષિય પુત્ર અને આઠ માસની દિકરી ગાયત્રીનો જન્મ થયો હતો.

આ દરમિયાનમાં 5મીની રાતે લાલજીભાઈ અને મોટો પુત્ર સંજય ઘરની બહાર ઓસરીમાં સુતા હતા તે સમયે તેમનો પુત્ર નીતિન, પુત્રવધુ દક્ષાબહેન અને તેમના બે સંતાનો અંદર ઘરમાં સુતા હતા. મોડી રાત્રે દોઢ વાગે નિતિન હાંફળો ફાંફળો થઈ લાલજીભાઈ પાસે આવ્યો હતો અને તેમને જગાડ્યાં હતાં.આ સમયે જગાડવાનું કારણ પુછતા નીતિને જણાવ્યું હતું કે, સંજય ઘરમાં આવ્યો હતો અને દક્ષાને માથામાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ભાગી ગયો છે. આ સાંભળી લાલજીભાઇ ચોંકી ગયાં હતાં અને તુરંત ઘરમાં જઇ જોતા દક્ષાબહેન લોહી લુહાણ હાલતમાં પડ્યાં હતાં. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં.

આ ઘટનાની જાણ થતાં ખંભાત ગ્રામ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી.મોડિયા સહિતની ટીમ ખટનાલ પહોંચી હતી અને સ્થળ તપાસ કરી હતી.બાદમાં લાલજીભાઈની ફરિયાદ આધારે તેમના જ પુત્ર સંજય ઠાકોર સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…