દાદરા નગર હવેલીના ટોકરખાડા વિસ્તારમાં ટેન્કરમાં સમારકામ દરમિયાન ઘટના બની, એક વ્યકિત ઘાયલ | An incident took place during the repair of a tanker in Tokarkhada area of Dadra Nagar Haveli, one person injured | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વિસ્તારમાં આવેલી ટોકરખાડા વિસ્તારમાં આવેલા એક ગેરેજમાં ટેન્કરનું વેલ્ડીંગ કામગીરી ચાલી રહ્યું હતું. જેમાં અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેને લઈને આજુબાજુના 2 કિલોમીટર સુધી ધડાકો લોકોએ સાંભળ્યો હતો. અચાનક ધડાકો થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને લઈને સ્થાનિક લોકોએ 108 અને સેલવાસ ફાયર ફાઈટર અને પોલીસ વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. આગની ઘટનામાં એક કામદાર ઘાયલ થતા 108 મારફતે સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સેલવાસ ફાયર વિભગની ટીમે તત્કાલિલ ઘટમાં સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ટોકરખાડા વિસ્તારમાં ટેન્કર અને મોટા વાહનોનું ગેરેજ આવ્યું છે. જે ગેરેજમાં રીપેરીંગ માટે આવેલા એક ટેન્કરમાં વેલ્ડીંગની કામગીરી ગેરેજમાં મિકેનિકો દ્વારા કરવામાં આવી રહી હતી. ટેન્કરમાં વેલ્ડીંગની કામગીરી દરમ્યાન અચાનક એક ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. અને બ્લાસ્ટ સાથે ગેરેજમાં આગ લાગી ગઈ હતી. ગેરેજમાં થયેલો બ્લાસ્ટ એટલો વિકરાળ હતો કે બ્લાસ્ટનો અવાજ 2 કિલોમીટર દૂર લોકોએ સાંભળ્યો હતો. બ્લાસ્ટનો અવાજ આવતા ગેરેજની આજુબાજુમાંથી સ્થાનિક લોકો અને અન્ય કારીગરી ગેરેજ ઉપર મદદે દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણ સેલવાસ ફાયર વિભાગ, 108 અને સેલવાસ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. સેલવાસ ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

બ્લાસ્ટ અને આગની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થતા 108ની ટીમે સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આગની ઘટનામાં સેલવાસની 3 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ટેન્કરમાં વેલ્ડીંગની કામગીરી દરમ્યાન ક્યાં કારણોથી બ્લાસ્ટ થયો અને આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. આ દુર્ઘટનામાં કેટલાક કામદારોએ દીવાલ કૂદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. હાલ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم