રંગારંગ પર્ફોર્મન્સ સાથે અમદાવાદમાં IPLનો પ્રારંભ, એકસાથે 109 IASની બદલી, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોને ટ્રાવેલ અલાઉન્સ મળશે | In the midst of increasing corona cases, the state released important guidelines, candidates who appeared for the junior clerk exam will get allowance, who put up the anti-Modi posters? | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • In The Midst Of Increasing Corona Cases, The State Released Important Guidelines, Candidates Who Appeared For The Junior Clerk Exam Will Get Allowance, Who Put Up The Anti Modi Posters?

31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો

ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. 109 જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ છે. મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે.મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા અને બી એન પાની તેમજ હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરાઈ છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન પણ અપાયા છે.

આઈપીએલ 16ની શરુઆત થઈ

અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં આજથી આઈપીએલ 16મી સિઝનની શરુઆત થઈ.. રંગારંગ કાર્યક્રમની સાથે આઈપીએલની શરુઆત થઈ.. 1.15 લાખ દર્શકોથી સ્ટેડિયમ ખીચોખચ ભરાયુ..સૌપ્રથમ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ યોજાવાની છે. આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. બપોરે 3:30 વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો..બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા, કેટરીના કૈફ અને સિંગર અરિજિતસિંહ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું..ઓપનિંગ સેરેમની દરમિયાન 1500 જેટલા ડ્રોન મારફત આઇપીએલ 2023ના કપની કૃતિ આકાશમાં બનાવાઈ..નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી આઈપીએલની પ્રથમ મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે અઢી વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે, જ્યારે બીઆરટીએસની 74 બસ રાત્રે 12 વાગ્યા સુધી અને એએમટીએસની 91 બસ રાત્રે 1:30 વાગ્યા સુધી દોડાવાશે. મેટ્રો દર 12 મિનિટે મળી રહેશે. ગઈકાલે ગુરુવારની સાંજે શહેરમાં વરસાદ પડતાં સ્ટેડિયમના ખૂણે પાણી ભરાયાં હતાં.

રાજ્ય સરકાર ઉમેદવારોને આપશે ટ્રાવેલ અલાઉન્સ

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સ આપશે. જોકે અહી એ મહત્વનું છે કે, પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના જ ખાતામાં રૂપિયા જમા થશે. માહિતી મુજબ દરેક ઉમેદવારના ખાતામાં 254 રૂપિયા જમા કરાવવામાં આવશે. જેની માટે ઉમેદવારે કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ બેંકની માહિતી આપવી પડશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને હવે ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરાયુ છે. જે મુજબ કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ હવે ઉમેદવારોએ ઓનલાઈન બેંકની માહિતી આપવી પડશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના ખાતામાં આ રકમ એટલે કે ટ્રાવેલ એલાઉન્સની ફાળવણી કરવામાં આવશે. જોકે નોંધનીય છે કે, આ માહિતી ઓનલાઈન ભરવાની સમયમર્યાદા 31-03-2023ના બપોરે 01:00 વાગ્યાથી 09-04-2023ના 12:30 વાગ્યા સુધી જ ભરી શકાશે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તંત્રની ગાઈડલાઈન જાહેર

ગુજરાત સહિત દેશભરમાં સતત કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ફરી એકવાર કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઇ છે. જે મુજબ હવે ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના મુસાફરોએ RT-PCR બાદ જ ગુજરાતમાં જ પ્રવેશ મળશે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડિરેક્ટરને પત્ર લખ્યો છે. આ સાથે આરોગે તંત્ર દ્વારા ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ રોકવા ગાઈડલાઇન જાહેર કરાઇ છે. જેમાં એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે.રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈ તંત્ર અલર્ટ મોડ પર છે ત્યારે આરોગ્ય વિભાગે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના મુસાફરોને RT-PCR બાદ પ્રવેશ મળશે. આ સાથે નવી ગાઈડલાઇન મુજબ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જેને લઈ આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડિરેક્ટરને પત્ર લખ્યો છે.

શાંતિ એશિયાટીક સ્કૂલની દાદાગીરી

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે. સ્કૂલમાં ભણતા આશરે 150 જેટલા વિદ્યાર્થીઓના રિઝલ્ટ રોકવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજે વાલીઓએ સ્કૂલ પર ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો છે કે, અમારા બાળકોને અમે ખાનગી વાનમાં મોકલીએ છીએ. બસમાં અમારા બાળકો આવતા નથી, જેથી અમારા બાળકોના રિઝલ્ટને રોકી રાખવામાં આવ્યા છે. આજે અમે વાલીઓ ભેગા થઈને સ્કૂલ મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પરંતુ અમને મળવા દેવામાં આવ્યા નથી. સ્કૂલ તરફથી જે પેરેન્ટ્સ મિટિંગ રાખવામાં આવે છે, તેમાં પણ બોલાવવામાં આવ્યા નથી.સ્કૂલ વાનનો ચાર્જ 1700 રૂપિયા છે, જ્યારે સ્કૂલ બસનો ચાર્જ 2750 રૂપિયા જેટલો છે. તેમાં પણ સ્કૂલ તરફથી જે પોઇન્ટ નક્કી કરવામાં આવે છે, ત્યાં સુધી મૂકવા જવું પડે છે. આમ ખાનગી વાનમાં જે બાળકો આવે છે, તો હવે સ્કૂલ બસમાં આવે તેવી ફરજ પાડવા માટે થઈને રિઝલ્ટ રોકવામાં આવ્યા છે. આ મામલે આજે હવે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવશે.

માસુમ બાળકીની હત્યા

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સામાકાંઠે આવેલ જનકલ્યાણ વિસ્તારમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે બાળકીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી CCTV ફૂટેજના આધારે શકમંદોની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકીના પિતા અને પરિવારજનોનો આક્ષેપ છે કે દારૂના નશામાં આરોપીએ બાળકીની હત્યા નિપજાવી છે તેને ફાંસીની સજા જ થવી જોઇએ.રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારમાં સાળીના કારખાનામાં મજૂરી કામ કરતા અને મૂળ બિહારના વતની પંકજ કુમાર (ઉ.વ.33) અને તેમના પત્ની કારખાનામાં કામ કરતા હતા દરમિયાન સાંજના 5 વાગ્યા આસપાસ બાળકી નજીકમાં ભાગ લેવા ગયેલ હતી આ દરમિયાન રાજેશ ચૌહાણ નામના શખ્સની દાનત બગડતા અઢી વર્ષની માસુમ બાળકી રિયાને નજીકમાં અવાવરું જગ્યાએ લઇ ગયો હતો જો કે બાળકી સાથે અડપલાં કરતા સમયે બાળકી બુમાબુમ કરવા લાગતા નરાધમે બાળકીને મોઢે ડૂચો દઇ ગળું દબાવી પથ્થર મારી હત્યા નિપજાવી હતી બાદમાં બાળકીની લાશને કોથળામાં વીંટી અવાવરું સ્થળે ફેંકી દીધી હતી.

પોસ્ટર્સ લાગ્યાંની જાણ થતાં પોલીસ એક્ટિવ બની

અમદાવાદ શહેરમાં ગત 30 માર્ચને ગુરુવારની મોડી રાતે ઠેર-ઠેર ‘મોદી હટાવો, દેશ બચાવો’નાં પોસ્ટર્સ લાગ્યાં હતાં. પોસ્ટર્સ લાગ્યાંની જાણ થતાં તાબડતોબ પોલીસ સક્રિય બની હતી. અલગ અલગ વિસ્તારો સર્ચ હાથ ધરીને પોસ્ટર્સ હટાવાયાં હતાં અને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પડ્યા હતા. પકડાયેલા આરોપીઓ AAPના કાર્યકરો છે અને હાલ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં ગત ગુરુવારની મોડી રાતે અચાનક વિવાદ શરૂ થયો હોય એમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોદી હટાવો દેશ બચાવો જેવા સ્લોગન સાથેનાં પોસ્ટર્સ લાગ્યાં હતાં. આ વાતની જાણ થતાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સક્રિય બની હતી અને તાત્કાલિક પ્રધાનમંત્રી વિરુદ્ધ આવાં પોસ્ટરો કોણે લગાવ્યાં એની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આ વિવાદને કારણે પોલીસે આ પોસ્ટર લગાડનારને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم