- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- Jaisukh Patel’s Supplementary Chargesheet Submitted To Court; After Proceeding In The Court, The Charge Sheet Was Presented
મોરબી26 મિનિટ પહેલા
- કૉપી લિંક

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરેલી છે. ગત માસથી જેલમાં બંધ જયસુખ પટેલ વિરુદ્ધ હાલ પોલીસે પુરવણી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી છે.
મોરબી ઝુલતા પુલ દુર્ધટના બાદ ઓરેવા ગ્રુપના મેનેજર સહીત 9 લોકો સામે ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ કરીને કોર્ટમાં કાર્યવાહી બાદ ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જેમાં ઓરેવા ગ્રુપના એમ ડી જયસુખ પટેલને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયા બાદ પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ પૂર્ણ થયા બાદ જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તો હવે તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં જયસુખ પટેલની પુરવણી ચાર્જશીટ રજુ કરી છે. જોકે અન્ય કોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે? કોની સંડોવણી દર્શાવવામાં આવી છે? તે જાણી શકાયું નથી.