હિંમતનગરના કાંકરોલના શંકરધામમાં કથાનું આયોજન કરાયું; ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા | Katha was organized at Shankardham in Kankarol, Himmatnagar; Devotees flocked in large numbers | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકરોલમાં આવેલા શંકરધામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા રામનવમીના દિવસે પૂર્ણ થશે. ત્યારે કથા સાંભળવા માટે આજુબાજુના ગામના લોકો અને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

ચૈત્ર માસની નવરાત્રીમાં કાંકરોલમાં આવેલા શંકરધામ ખાતે ઉનાવાવાળા શંકર મહારાજ પ્રેરિત મહાવિષ્ણુયાગ યજ્ઞ અને શ્રીમદ ભાગવત કથામૃત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના પ્રારંભે 23 માર્ચના રોજ પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થયો હતો. જેની પુર્ણાહુતી 30 માર્ચને રામનવમીના દિવસે થશે. ત્યારે સવારે 8થી બપોરે 13.30 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કથાકાર પ.પૂ.મહેશ ભટ્ટજીએ ત્રીજા દિવસે દીવો કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું.

સાથે ઉદાહરણ સાથે જેમાં વીજળીનું બીલ નથી ભરતા તો વીજ કનેક્શન કપાઈ જાય છે. તેમાં સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાથી અંધકારમયી જીવનમાં પ્રકાશ પાથરે છે. તો દીવાથી દરિદ્રતા પણ દુર થાય છે અને ઉજાશ પણ ફેલાય છે. તો દરેકે દીવો અવશ્ય કરવો જોઈએ. કોઈએ પ્રસંગમાં ના બોલાવ્યા હોય તો પણ જઈએ, તો શું પરિસ્થિતિ સર્જાય! તે કથાના પ્રસંગ થકી સમજાવ્યું હતું.

આ પવિત્ર નવરાત્રીના દિવસોમાં યોજાયેલી કથા શ્રવણ કરવા માટે ગામના અને આસપાસના ગામના ભક્તો મોટી સંખ્યમાં ઉમટી પડે છે. સાબરકાંઠા શંકરધામ સેવક પરિવાર દ્વારા આશ્રમમાં ૩૦ માર્ચે સવારે 9થી 12 વાગ્યા સુધી યજમાનોના હસ્તે મંત્રોચ્ચાર સાથે મહાવિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવશે. બીજી તરફ સાધના અને આરાધનાના પર્વના ચૈત્ર નવરાત્રી કથામાં શ્રવણ કરી ભક્તો, શિષ્યો અને ગ્રામજનો ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે…