Wednesday, March 22, 2023

છોટા ઉદેપુરથી LCBની ટીમે પ્રોહિબીશનના પરપ્રાંતિય આરોપી પકડી પાડ્યો, અગાઉ પણ તેની સામે 3 ગુના નોંધાઈ ચૂક્યા છે | LCB team from Chhota Udepur nabbed Prohibition accused, 3 cases have been registered against him earlier. | Times Of Ahmedabad

છોટા ઉદેપુરએક કલાક પહેલા

છોટા ઉદેપુર ખાતેથી છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપીને એલ.સી.બી.એ ઝડપી પાડ્યો છે. આરોપી સામે છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લામાં કુલ ત્રણ ગુના નોંધાયા છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે. પર પ્રાંતીય ગુનાખોરો ગુનાને અંજામ આપીને ફરાર થઈ જતા હોય છે. આવા જ એક પરપ્રાંતિયને છોટા ઉદેપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

છોટા ઉદેપુરના પાવી જેતપુરના પોલીસ મથકમાં 2020માં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપી મુકેશ મહેતા ઉર્ફે ચંગોડિયા અંગે બાતમી મળી હતી. જેને લઇને પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન મુકેશ ચંગોડીયા છોટા ઉદેપુરના ફતેપુરા ખાતે આવતા તેને એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો. આરોપી મોરિયાગામ, મધ્ય પ્રદેશનો રહેવાસી છે. આ વ્યક્તિનો પોલીસ રેકોર્ડ ચેક કરતાં તેની સામે છોટા ઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ મથકમાં 2022 તેમજ વડોદરામાં 2023માં પ્રોહિબીશનના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: