સાબરકાંઠા (હિંમતનગર)3 મિનિટ પહેલા
- કૉપી લિંક
12.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો…
સાબરકાંઠા એલસીબી બાતમી આધારે પ્રાંતિજના કાટવાડ નજીક નાકાબંધીમાં હતી. એ દરમિયાન પ્રાંતિજ તરફથી બાતમી મુજબની સિલ્વર કલરની મહિન્દ્રા XUV ગાડી અને તેની પાછળ સફેદ કલરની અશોક લેલન આવી રહ્યું હતું. આ બંને વાહનોને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી શાકભાજીના કેરેટના આડમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હિંમતનગરના બે અને રાજસ્થાનના બે મળી ચાર જણાને ઝડપી લઈને 12.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાંતિજ પોલીસે ચાર સામે ફરિયાદ નોંધી હતી.
સાબરકાંઠા એલસીબીના પીઆઈ એ.જી. રાઠોડે જણાવ્યું હતું કે, પીએસઆઈ એલપી રાણા સહિતનો સ્ટાફ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન મળેલી બાતમીના આધારે પ્રાંતિજના કાટવાડ પાસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી વાળા વાહનો પ્રાંતિજ તરફથી હિંમતનગર તરફ આવી રહ્યા હતા. જેમાં આગળ પાયલોટિંગ વાળી સિલ્વર કલરની મહેન્દ્રા XUV ગાડી તથા તેની પાછળ સફેદ કલરનું અશોક લેલનનું ડાલું આવતા હતા.
આ બંને વાહનોને કોર્ડન કરી રોડ પર ઉભા રાખી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ડાલામાં બેસેલા પૈકી ચાલકનું નામ સુરજનરામ ગર્ગ તથા સાથેના ઈસમનું નામ સતરારામ રબારીના હોવાનું જણાવેલું. તથા પાઇલોટિંગ વાળી ગાડીમાં બે ઇસેમો હતા. તે પૈકી ચાલકનું નામ ધવલ જયસ્વાલ તથા બાજુમાં બેસેલા ઈસમનું નામ નિકુલ ઉર્ફે મચ્છી ભોઈના હોવાનું જણાવેલું હતું.
પકડાયેલ ડાલામાંથી શાકભાજીના ખાલી કેરેટની આડમાં વિદેશી દારૂ ભરેલો હોય, પોલીસથી બચવા સારું પાયલોટિંગ કરી લઈ જતા ડાલામાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલો નંગ 1058 કિંમત રૂ. 1,98,320 તથા મોબાઈલ નંગ ચાર કિંમત રૂ. 6500 તથા ડાલુંની કિંમત રૂ. 6 લાખ તથા ગાડીની કિંમત રૂ. 4 લાખ તથા પ્લાસ્ટિકના કેરેટના નગ 25 રૂ. 1250 મળી કુલ રૂ. 12,06,070નો મુદ્દામાલ ઝડપી ચાર સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાર્કિંગ કરેલી રિક્ષા ચોરી થતા ફરિયાદ…
હિંમતનગરની જૂની સિવિલ સામે આવેલા વાઘેલા વાસમાં વિજય વાઘેલાએ પોતાની રિક્ષા ઘર આગળ ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. દરમિયાન અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો વિજય એ પોતાની રિક્ષા 28 તારીખે રાત્રે 9:00 વાગે પોતાના ઘરે પાર્ક કરી હતી. 29 તારીખે સવારના સાત વાગે જોતા રિક્ષા તે જગ્યા પર નથી. જેને લઈને તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વિદ્યાર્થીના થેલામાંથી મોબાઈલ ચોરી થતા ફરિયાદ…
ઈડરના વલાસણા રોડ પર આવેલા આંજણા પાટીદાર એચ.કે.એમ આર્ટસ એન્ડ પી.એન. પટેલ કોમર્સ કોલેજમાં બે દિવસ પહેલા પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીના થેલામાંથી અજાણ્યા ચોર ઇસમે મોબાઈલ ચોરી કરી લેતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઇડર તાલુકાના રુદરડી ગામના કુલદીપ રાવતે પોતાનો વીવો કંપનીનો મોબાઇલ રૂ. 11,490નો તેમના મિત્ર મિહિરને આપેલો હતો. તે મોબાઈલ મીહિરે કોલેજમાં પરીક્ષા આપવા ગયો, તે દરમિયાન પોતાના થેલામાં મૂક્યો હતો અને એ થેલો પરીક્ષા ખંડની બહાર ખુલ્લી જગ્યામાં મુક્યો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યો ચોર આ થેલામાંથી મોબાઇલ ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.