ડાંગ (આહવા)એક કલાક પહેલા
- કૉપી લિંક

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઝરી ગામ નજીક જંગલમાં મહુડાના ફૂલ વીણવા ગયેલા 10 વર્ષીય આદિવાસી બાળક પર દીપડાએ હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વહેલી સવારે ગામ નજીક જંગલમાં મહુડાના ફૂલ વીણવા ગયેલા બાળકને શિકાર સમજી દીપડાએ હુમલો કરતા બાળકે ચીસાચીસ કરી મુકતા વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.

દીપડાના અચાનક હુમલાથી બાળકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવતા ગંભીર ઇજા પામેલા બાળકને 108 દ્વારા પ્રાથમિક સારવાર બાદ સુબીર સી.એચ.સી ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.

ઇજાગ્રસ્ત બાળકની સ્થિતિ સુધારા પર રહેતા પરિવારજનોએ રાહતના શ્વાસ લીધો હતો. જોકે દીપડાના હુમલા બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો. દીપડાને પાંજરે પુરવા વન વિભાગે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…