મહાવીર જયંતિએ શહેરમાં ચાલતા કતલખાના અને ચિકન-મટન શોપ બંધ રાખવા પત્ર લખી માંગણી | Mahavir Jayanthi wrote a letter demanding the closure of slaughterhouses and chicken-mutton shops running in the city | Times Of Ahmedabad

અમદાવાદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આગામી 3 એપ્રિલના રોજ મહાવીર જયંતિને પગલે અમદાવાદમાં કતલખાના, ચિકન-મટન શોપ બંધ રાખવા માટે પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માંગણી કરી છે. એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા પણ મહાવીર જયંતિના દિવસે રાજ્યોમાં કતલખાના બંધ રાખવા આદેશ કર્યો છે, ત્યારે શહેરમાં ચાલતી તમામ ચિકન-મટનની દુકાનો પણ બંધ રાખવા માટે આદેશ કરવા માગ કરી છે.

ચિકન-મટનની દુકાનો પણ બંધ રાખવા માગ
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમા જૈન સમાજની ઘણી વસ્તી છે. જૈન સમાજ આ તહેવાર “અહિંસા પરમો ધર્મ”ના સિદ્ધાંતને અનુસરી ખૂબજ હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. જૈનધર્મના લોકોની ધાર્મિક લાગણી ન દુભાય અને ભાવનાને ઠેસ ન પહોંચે તે માટે કતલખાના, મીટ શોપ્સ, ફીશ શોપ્સ, ચિકન શોપ્સ બંધ રાખવામા આવે તે જરૂરી છે.

20 માર્ચના રોજ એડવાઈઝરી પ્રસિધ્ધ કરી
એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ 20 માર્ચ 2023ના રોજ તમામ રાજયોને આ દિવસે કતલખાના બંધ રાખવા એડવાઈઝરી પ્રસિધ્ધ કરી છે. જેથી આ પરંપરાને જાળવીને શહેરમાં ચાલતા રેગ્યુલેટેડ કતલખાના બંધ રાખવા તથા કતલખાના બંધ રહેતા હોવાથી માંસનું વેચાણ ન થઈ શકવાને કારણે મીટ શોપ્સ, ફીશ શોપ્સ, ચીકન શોપ્સ પણ બંધ રાખવા સૂચન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم