ઝાલોદના મહુડીમા ડીજેના નક્કી કરેલા પૈસા કેમ નથી આપતાં તેમ કહી પાઈપો ફટકારતા ત્રણ ઘાયલ | Mahudima DJ of Jalod injured three while playing pipes asking why they are not paying the fixed amount. | Times Of Ahmedabad

દાહોદ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ડીજેના નક્કી કરેલા પૈસાના ચુકવાણાના મામલે ઝાલોદ તાલુકાના મહુડી ગામે તકરાર થઈ હતી.જેમાં ચાર રસ્તા પર લોખંડની પાઈપોનો મારમારી ત્રણ જણાને ગંભીર ઈજાઓ પહોંચાડી નવી મોટર સાયકલની તોડફોડ કરી નુકસાન પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાંવાઈ છે.

પાઈપો લઈ સાંજે ગામમા ઘુસી આવ્યા
ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના પંકજભાઈ ડામોર, પ્રિતેશભાઈ ઉર્ફે બોડો રાજુભાઈ ડામોર, બલ્લુભાઈ તથા કલાભાઈ લાલસીંગભાઈ ડામોર ગતરોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે લોખંડની પાઈપો લઈ મહુડી ગામે આવ્યા હતા. વેલપુરા ગામના ભગોરા ફળિયામાં રહેતા 31 વર્ષીય હિમ્મતભાઈ પોપટભાઈ ભગોરાને બેફામ ગાળો બોલી અમોને ડીજેના નક્કી કરેલ પૈસા કૈમ આપતા નથી ? તેમ કહી ઉશ્કેરાઈ જઈ મારામારી શરુ કરી હતી.

વિવિધ રીતે માર મારી ઈજા પહોંચાડી
​​​​​​​
હિમ્મતભાઈ પોપટભાઈ ભગોરાની ફેંટ પકડી ગડદાપાટુનો મારમારી તથા ડાબા હાથે કાંડાના ભાગે લોખંડની એંગલ મારી, રાજુભાઈ હીમ્મતભાઈ ભગોરાને પ્રિતેશભાઈ ઉર્ફે બોડો રાજુભાઈ ડામોરે ડાબા ગાલ ઉપર પાઈપ મારી ગાલ ફાડી નાંખી ઉપલા જડબાના બે દાંત પાડી નાંખી ગંભીર ઈજા પહોંચાડી હતી.જ્યારે ડામોર કુટુંબના ઉપરોક્ત ચારે જણાએ ભેગા મળી અર્પિતભાઈને ગડદાપાટુનો મારમારી તેમજ પાઈપોના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તથા હિમ્મતભાઈ પોપટભાઈ ભગોરાની બજાજ પલ્સર કંપનીની નવી મોટર સાયકલની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
આ સંબંધે વેલપુરા ગામના ભગોરા ફળિયામાં રહેતા ઈજાગ્રસ્ત હિમ્મતભાઈ પોપટભાઈ ભગોરાએ નોંધાવેલ ફરિયાદને આધારે ઝાલોદ પોલીસે નાનસલાઈ ગામના પંકજભાઈ ડામોર, પ્રિતેશભાઈ ઉર્ફે બોડો ડામોર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم