વિસનગરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાશે; તમામ ધારાસભ્યો હાજર રહેશે | A mega blood donation camp and various health related programs will be held in Visnagar; All MLAs will be present | Times Of Ahmedabad

વિસનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

વિસનગરમાં આવતીકાલે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇન્ડસ ટાવર ગુજરાત લી. ના CSR ફંડના સહયોગથી નવીન આધુનિક 4 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ વિસનગર એપીએમસીના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કેડીલા ફાર્માસ્યુટિકલ લી. ના સહયોગથી મેગા મેડિકલ કેમ્પ તથા વિવિધ આરોગ્યલક્ષી કાર્યકમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા લોકસભા સાંસદ, રાજ્ય સભા સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત તાલુકાના તમામ ધારાસભ્યો હાજર રહેશે.

આ કાર્યક્રમ વિસનગર એપીએમસી હોલ ખાતે તારીખ 31/03/2023ના રોજ સવારે 10 કલાકે યોજાશે. તો બ્લડ ડોનેશન કેમ્પ તેમજ મેગા મેડિકલ કેમ્પમાં લાભ લેવા માટે વિસનગર સહિત આજુબાજુ ગામની જનતાને જણાવવામાં આવ્યું છે. તેમજ કાર્યક્રમ કૃત્રિમ અંગોની નિદર્શન તથા લાભાર્થીને કૃત્રિમ અંગ વિતરણ, સગર્ભા બહેનોને દત્તક લઈ 6 માસ સુધી પોષણ કીટ વિતરણ, શાળાએ જતી કિશોરીઓને સેનેટરી નેપકીન વિતરણ, તમામ સહયોગી સંસ્થાઓ અને દાતાઓનું સન્માન, પી.એમ.જે.વાય કાર્ડ વિતરણ, વિકલાંગતા સર્ટિફિકેટ વિતરણ સહિત અનેક કાર્યક્રમો યોજાશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post