Thursday, March 30, 2023

વડોદરામાં આજે વધુ 20 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક વધીને 111 થયો | Vadodara reported 20 more corona positive cases today, number of active cases to 111 | Times Of Ahmedabad

વડોદરા3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,092 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 8 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,437 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 111 ઉપર પહોંચ્યો છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
વડોદરા શહેરના દિવાળીપુરા, ઉંડેરા, તાંદલજા, સુભાનપુરા, અકોટા, ગોરવા, ગોત્રી, ફતેગંજ, નવાયાર્ડ, આદર્શનગર, માંજલપુર, પાણીગેટ અને ગાજરાવાડી વિસ્તારમાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. કુલ 780 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 20 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 111 કેસ પૈકી 107 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 4 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ 2 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે 64 લોકો હોમ ક્વોરન્ટીન છે.

શરદી-ખાંસીના કેસોમાં વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને લઇને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ પણ ધીમે ધીમે વધતા જાય છે જેથી તંત્ર પણ કામે લાગ્યું છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં શરદી, ખાંસીના કેસો જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.