الاثنين، 27 مارس 2023

જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય યુવતી ગુમ થતા પોલીસે શોધખોળ હાથ ધરી | A migrant girl living in Jamnagar's Dhararnagar area went missing and the police launched a search | Times Of Ahmedabad

જામનગર30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં રહેતી તારિણી વિષ્ણુભાઈ શાહુ નામની 18 વર્ષ ની પરપ્રાંતિય યુવતી પોતાના ઘેરથી એકાએક ગુમ થઈ ગઈ હતી, અને તેના પરિવારજનો શોધી રહ્યા હતા.પરંતુ તેણીનો ક્યાંય પતો નહીં લાગતાં આખરે યુવતી ના પિતા દ્વારા જામનગર ના સીટી બી. ડિવિઝન પોલીસ મથક નો સંપર્ક સાધવામાં આવ્યો છે, અને ગુમનોંધ કરાવાઈ છે.

મૂળ છત્તીસગઢના વતની અને હાલ જામનગરમાં ધરારનગર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા વિષ્ણુભાઈ સાહુએ પોતાની 18 વર્ષીય પુત્રી ગુમ થઈ ગઈ હોવાથી સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ કરાવી છે, જે નવ ધોરણ સુધી ભણેલી છે, અને હિન્દી ભાષા બોલે છે. તેમજ ગુજરાતી ભાષા સમજી શકે છે. સિટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ યજુવેન્દ્રસિંહ ઝાલા વધુ તપાસ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.