અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદના છેવાડે આવેલા લાંભા પાસે એક અકસ્માત થયો હતો પોતાની દીકરીને સ્કૂલે મૂકીને પરત આવતી માતાના હાથમાં બીજું બાળક હતું તે ઘર તરફ જઈ રહી હતી ત્યારે એ ફૂલ સ્પીડ આવી રહેલું બાઈક આ મહિલાને ભટકાય છે અને મહિલા અને તેના હાથનું રહેલું બાળક નીચે ફટકાય છે આ બનાવવામાં મહિલા બેભાન થઈ જાય છે ત્યારે સ્કૂલનો એક શિક્ષક ત્યાંથી પસાર થાય જે આ મહિલાને હાલાતમાં જોતા તેમને હોસ્પિટલ લઈ જવા માટે પ્રયાસ કરે છે આ અકસ્માતમાં સીસીટીવી સામે આવ્યા છે જેના દ્રશ્ય ખરેખર ચોંકાવી દે એવા છે.
નારોલ વિસ્તારમાં રહેતા ગીતાબેન પોતાની દીકરીને નજીકની સ્કૂલમાં મૂકવા જાય છે તેમની દીકરી kg માં ભણે છે દીકરીને મૂકવા જતી સમય તેમની સાથે તેમનું બીજું એક બાળક પણ સાથે હતું તેઓ દીકરીને મૂકીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક ફૂલ સ્પીડે બાઈક આવે છે અને તેમને જોરદાર ટક્કર મારે છે રસ્તો ઓળંગવા દરમિયાન બનેલી આ ઘટના માં ગીતાબેન અને તેમના હાથમાં રહેલું બાળક બંને નીચે પટકાય છે.
અમદાવાદના લાભા નરોડા રોડ પર બનેલી ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં મહિલા અને તેમનું બાળક નીચે પટકાય છે તેવા દ્રશ્ય જોઈ શકાય છે. મહીલા સાથે ભટક્યા બાદ બાઇક સવાર પણ નીચે પટકાય છે. આ બનાવમાં ગીતાબેન નીચે પટકાયા બાદ બેભાન થઈ જાય છે .આ સમય શાળાના એક શિક્ષક ત્યાંથી પસાર થાય છે જે ગીતાબેનને હોસ્પિટલમાં મોકલવા તજવીજ કરે છે.
આ બનાવના સીસીટીવી જોઈને ભલભલા વ્યક્તિ ચોકી ઉઠે છે.હાલ આ સમગ્ર મામલે પોલીસે જનવજોગ નોંધ કરીને તપાસ હાથ ધરી છે.