Monday, March 27, 2023

મોરબી નજીક હાઈવે પર અકસ્માતમાં એક બાઈક સવારને ઈજા; અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાતા પોલીસ દોડતી થઈ | Motorcyclist injured in accident on highway near Morbi; After the accident, a traffic jam was created and the police started running | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Motorcyclist Injured In Accident On Highway Near Morbi; After The Accident, A Traffic Jam Was Created And The Police Started Running

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર છાશવારે અકસ્માત સર્જાતા રહે છે. જેમાં આજે મોરબી નજીક કુબેર ટોકીઝ પાસે એક બાદ એક પાંચથી છ વાહનો અથડાયા હતા. જે અકસ્માતમાં એક બાઈક સવાર યુવાનને ઈજા પહોંચી હતી.

બનાવની મળતી માહિતી મુજબ, મોરબી વાંકાનેર હાઈવે પર કુબેર ટોકીઝ પાસે આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાદ એક પાંચથી છ વાહનો અથડાયા હતા જેમાં બાઈક, કાર અને ટ્રક સહિતના પાંચથી છ વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી એક બાઈક સવાર યુવાન મુકેશભાઈને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાઈવે પર પાંચથી છ વાહનો અથડાતા સર્જાયેલા અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી પોલીસ ટીમ તુરંત દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.