Monday, March 6, 2023

MSUના વિદ્યાર્થીએ યુનાઇટેડ નેશન્સ મીટમાં હાજરી આપી લોકસભા સમિતિમાં બીજો ક્રમ મેળવ્યો, અંબે સ્કૂલના સ્થાપક સૂર્યકાંત શાહનું નિધન | An MSU student attended the United Nations meet and bagged second rank in the Lok Sabha committee | Times Of Ahmedabad

વડોદરા36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
રોનક પવાર. - Divya Bhaskar

રોનક પવાર.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ લીડરશીપ એન્ડ ગવર્નન્સમાંથી રાજકીય નેતૃત્વ અને ગવર્નન્સમાં ડિપ્લોમા(2022-’23બેચ) કરી રહેલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરની મોડલ યુનાઇટેડ નેશન્સ મીટમાં હાજરી આપી હતી. મહત્ત્વની વાત એ છે કે તેઓએ કેમ્પસ એમ્બેસેડર તરીકે પોતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આઇ આઇ ટી જોધપુર ખાતે. તેમાંથી, રોનક પવારે 18 અને 19 ફેબ્રુઆરી, 2023 દરમિયાન ચર્ચામાં, પ્રશ્નોત્તરીમાં તેમની શ્રેષ્ઠતા માટે ઉચ્ચ પ્રશંસા તરીકે લોકસભા સમિતિમાં બીજો ક્રમ મેળવ્યો હતો.

આઈ.આઈ.ટી જોધપુર આઇ જી મુન તરીકે ઓળખાતી રાષ્ટ્રીય મુન હોસ્ટ કરવા માટે જાણીતું છે, જેમાં વિવિધ કેમ્પસના સહભાગીઓને તેમની યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે મોડેલ યુનાઇટેડ નેશન્સ અને તેમની સમિતિઓમાં આ વર્ષે ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા તરફથી પસંદ કરવામાં આવે છે. .

લોકસભા સમિતિમાં, રોનક પવાર અને શિવરાજ મહારાજે નીતિન જયરામ ગડકરી (સડક અને વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રી) અને અમિત શાહ (ગૃહમંત્રી)ના મહત્વના પોર્ટફોલિયો સંભાળીને ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ અને એમ.એસ.યુ નું પ્રતિનિધિત્વ કર્યું હતું. સંસદનો એજન્ડા UCC (યુનિફોર્મ સિવિલ કોડ) હતો, જે હાલમાં જાહેર મંચોમાં ખૂબ જ લોકપ્રિય છે.

અંબે સ્કૂલના સ્થાપક સૂર્યકાંત શાહનું નિધન
વડોદરામાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા અને અંબે સ્કૂલના સ્થાપક સૂર્યકાંત શાહનું આજે નિધન થયું છે. તેઓની અંતિમયાત્રા આવતીકાલે સવારે 9 વાગ્યે તેમના નિવાસસ્થાન સમા-સાવલી રોડ સ્થિત સોલીટેર-9 ખાતેથી નિકળશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: