- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- Navsari Police Celebrated The Dhulet In Eru Police Ground, The Distinction Of Officers And Employees Was Forgotten In The Mud; Everyone Rushed To Put The Protocol
નવસારી3 કલાક પહેલા
આજે ધુળેટીનો તહેવાર હોવાથી દરેક લોકો મન મૂકી ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે અને બેફિકર બનીને તમામ રંગોમાં રંગાઈ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસના અધિકારી કર્મચારીઓએ પણ એરુ ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે મન મૂકી બોલીવુડના ગીત પર ઝૂમ્યા હતા.

સતત નોકરીમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓને મોટાભાગે તહેવારોની ઉજવણીમાં સમય મળતો નથી. બંદોબસ્ત અને ફરજ નિભાવવાને કારણે અધિકારીઓએ કર્મચારીઓ મોટેભાગે દરેક તહેવારથી અજાણ અને અળગા રહે છે. ત્યારે નવસારી ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક,DYSP, પી.આઇ,પીએસઆઇ સહિતના કર્મચારીઓએ આજે એરુ ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડમાં બોલીવુડના તાલે ઝૂમીને તહેવારના રંગે રંગાયા હતા.

ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા,DYSP એસ.કે.રાય,LCB PI ડી.એસ. કોરાટ સહિતના અધિકારીઓએ પ્રોટોકોલ મૂકીને મસ્તીમાં ઝૂમ્યા હતા.કીચડમાં અધિકારી અને કર્મચારીનો ભેદ ભૂલાયો હતો.સૌ કોઈ સમાન બનીને તહેવાર ઉજવવા તલ્લીન બન્યા હતા.
