ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક
નેત્રંગ પોલીસે નેત્રંગ-દેડિયાપાડા માર્ગ ઉપર રમણપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી કતલના ઈરાદે લઇ જવાતી બે ટ્રકોમાંથી ૩૨ પશુઓને મુક્ત કરાવી બે ચાલકોને ઝડપી પાડ્યા હતા.
નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ-દેડિયાપાડા માર્ગ ઉપરથી ટ્રકોમાં પશુઓ ભરી કતલના ઈરાદે મહારાષ્ટ્ર ખાતે લઇ જવામાં આવી રહ્યા છે. તેવી બાતમીના આધારે નેત્રંગ પોલીસે રમણપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ટ્રકો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા બંને વાહનોમાંથી 32 ભેંસો મળી આવી હતી. પોલીસે ભેંસો અંગે ટ્રક ચાલકોને પુછપરછ કરતા ભરૂચ ખાતેથી મહારાષ્ટ્ર ખાતે લઇ જવતી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે 32 ભેંસોને મુક્ત કરાવી હતી અને 3.20 લાખની ભેંસો તેમજ બે ટ્રક મળી કુલ 11.20 લાખનો મુદ્દામાલ કબજે કરી સેલંબાના જમાદાર ફળિયામાં રહેતો ટ્રક ચાલક ઐયુબ રફીક મકરાણી અને બિસ્મિલ્લા વાહેદખાન પઠાણ તેમજ ક્લીનર આરીફ આસિફ શેખને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.