સુરત9 કલાક પહેલા
- કૉપી લિંક

- NIOS બોર્ડની પરીક્ષામાં આચરાયેલી ભયંકર ગેરરીતિનો પરિણામના આધારે ઘટસ્ફોટ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS)ની ઓક્ટોબરમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ભયંકર ગેરરીતિ થઈ હોવાનું ખૂલ્યું છે. જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાં નાપાસ થયા હતા તેઓ ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ ગયા. બોર્ડમાં જેના ફિઝિક્સમાં 8 માર્ક મેળવનારના NIOSમાં 83, કેમેસ્ટ્રીમાં 18 તો NIOSમાં 75, મેથ્સમાં 15 માર્ક હતા તો NIOSમાં 60 માર્ક આવ્યા.
સુરતમાં 761 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જે તમામના પરિણામ કંઈક આવાં જ છે. શહેરમાં NIOS સ્ટડી માટે 6 સેન્ટર્સ હતા. મોટા વરાછાના સૌથી મોટા સેન્ટર સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ સ્ટડી સેન્ટરના ધો-10 અને 12ના 315 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 129ના પરીણામ ચેક કરાયા. તેમાં ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા આ વિદ્યાર્થીઓ NIOS ṇબોર્ડમાં ડિસ્ટીંક્શનથી પાસ આઉટ થયા છે.
761 વિદ્યાર્થીઓમાંથી રેન્ડમલી સિલેક્ટ 10 વિદ્યાર્થીનું પરિણામ
761માંથી 129 વિદ્યાર્થીઓના ગુજરાત બોર્ડના અને એનઆઇઓએસ બોર્ડના પરિણામ દિવ્ય ભાસ્કર પાસે છે, જેમાં પરિણામમાં પાંચ ગણા તફાવત જણાઈ આવ્યા છે.
વિષય | ફિઝિક્સ | કેમિસ્ટ્રી | બાયોલોજી/મેથ્સ | |||
સંસ્થા/ વિદ્યાર્થી | ગુજરાત બોર્ડ | ઓપન બોર્ડ | ગુજરાત બોર્ડ | ઓપન બોર્ડ | ગુજરાત બોર્ડ | ઓપન બોર્ડ |
વિદ્યાર્થી 1 | 18 | 83 | 18 | 78 | 15 | 60 |
વિદ્યાર્થી 2 | 13 | 80 | 12 | 71 | 16 | 60 |
વિદ્યાર્થી 3 | 19 | 80 | 33 | 78 | 27 | 44 |
વિદ્યાર્થી 4 | 20 | 84 | 19 | 89 | 23 | 54 |
વિદ્યાર્થી 5 | 19 | 84 | 19 | 89 | 23 | 54 |
વિદ્યાર્થી 6 | 19 | 81 | 32 | 66 | 30 | 71 |
વિદ્યાર્થી 7 | 23 | 85 | 19 | 60 | 36 | 54 |
વિદ્યાર્થી 8 | 17 | 83 | 22 | 70 | 32 | 59 |
વિદ્યાર્થી 9 | 52 | 84 | 53 | 71 | 28 | 84 |
વિદ્યાર્થી 10 | 22 | 81 | 16 | 63 | 22 | 67 |
25થી 40 હજાર વસૂલાયાની શંકા
વાલીઓ પાસેથી રૂ.25થી 40 હજાર વસૂલવામાં આવ્યાની શંકા છે. પરીક્ષાના સમયે છાત્રોને પેપરનું સોલ્યુશન કરી એપ મારફત આપી દેવાયું હતું અને વિદ્યાર્થીઅોએ ચોરી કરી હતી, જેથી આટલું મસમોટું પરિણામ આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પરના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાયા ન હતા.