No results found

    નીતિન મુકેશે મા અંબાના ચરણોમાં શીશ નમાવ્યું; માનો આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી | Nitin Mukesh bowed at Ma Amba's feet; Feel blessed to be blessed | Times Of Ahmedabad

    અંબાજી18 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનુ ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માના ચરણોમાં શીશ નમાવા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો અંબાજી આવતા હોય છે. ત્યારે મા જગતજનની અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મા અંબાના દર્શન માટે દેશભરના નેતા અને અભિનેતા પણ માના ચરણોમાં આવી શીશ નમાવી માનો આશીર્વાદ મેળવે છે. ત્યારે આજે બોલીવુડના ગાયક કલાકાર નીતિન મુકેશ માના દર્શનાર્થે પહોંચ્યા હતા.

    આજે બોલીવુડના જાણીતા ગાયક કલાકાર નીતિન મુકેશ અંબાજી પહોંચ્યા હતા. ત્યારે અંબાજી પહોંચી માતાજીના નિજ મંદિર પહોંચી મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. બોલિવૂડના ગાયક કલાકાર નીતિન મુકેશ માતાજીના પરમ ભક્ત છે. ત્યારે માતાજીના દર્શન અને માના ચરણોમાં ઘણીવાર અંબાજી આવી પહોંચતા હોય છે. ત્યારે આજે પણ બોલીવુડના જાણીતા ગાયક કલાકાર નીતિન મુકેશ માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال