જામનગર25 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગર જિલ્લામાં સંકલિત બાળ સુરક્ષા યોજના(ICPS) હેઠળ જામનગર શહેરમાં રચાયેલા 16 વોડઁની બાળ સુરક્ષા સમિતિઓના સભ્યોનો “બાળ લગ્ન અધિનિયમ અને નશા મુક્ત ભારત અભિયાન”નો સંયુક્ત અવેરનેશ કાર્યક્રમ તા.27 માર્ચના રોજ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો.

જેમાં મેયર બીનાબેન કોઠારી, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતુ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, પ્રમુખ શ્રીકસ્તુરબા વિકાસ ગૃહ, ચેરમેન બાળ કલ્યાણ કમિટી, શાસક પક્ષના નેતા, સભ્ય જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને તમામ 16વોર્ડ સમીતિના અધ્યક્ષ-સહ-કોર્પોરેટરઓ અને સભ્યઓ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી અને સમાજ સુરક્ષા કચેરીનો સ્ટાફ-કર્મચારીઓ સહિત 150 વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…