Wednesday, March 22, 2023

રામનવમી અને મહાવીર જયંતીના દિવસે શહેરમાં કતલખાના બંધ રાખવા અને માંસ, મચ્છી, ચિકનના વેચાણ પર પ્રતિબંધ | Notice to keep slaughterhouses closed in Rajkot on Ram Navami and Mahavir Jayanti | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
મનપા કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલું જાહેરનામું. - Divya Bhaskar

મનપા કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલું જાહેરનામું.

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં 30 માર્ચના રોજ રામનવમી અને 4 એપ્રિલના રોજ મહાવીર જયંતીના દિવસે મહાનગરપાલિકાના વિસ્તારોમાં તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા, માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
સંબંધકર્તાઓએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ 329 અને 336 તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્લાસ્ટિકનો યુઝ કરનારા વેપારીઓ પર તવાઇ
રાજકોટ કોર્પોરેશન દ્વારા ઉનાળામાં સરબત, રસ સહિતના ઠંડાપીણાનો ઉપયોગ વધતા પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રૈયા રોડ પર ચેકિંગ કરતા 400 નંગ પ્લાસ્ટિક ગ્લાસ અને દોઢ કિલો ઝબલા દુકાનોમાંથી મળતા દંડ કરવામાં આવ્યો છે.

આમ્રપાલી ફાટકથી હનુમાન મઢી સુધી ચેકિંગ
ગઈકાલે નાયબ કમિશનર આશિષકુમારના રાઉન્ડ દરમિયાન આમ્રપાલી ફાટકથી હનુમાન મઢી ચોક થઈને રૈયા ચોકડીથી આલાપ ગ્રીન સુધી સંપૂર્ણ રૈયા રોડ પર વેસ્ટ ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સઘન સફાઈ ઝુંબેશ તથા ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરવામાં આવી હતી. નિયમ મુજબ 120 માઈક્રોનથી જાડાઇની પ્લાસ્ટિક કેરી બેગ્ઝ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

400 ગ્લાસ અને દોઢ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત
આ રાઉન્ડ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 120 માઈક્રોનથી ઓછી જાડાઇની, પ્લાસ્ટિક કેરી બેગ્ઝ વાપરવા સામે પ્રતિબંઘ હોવા છતા રૈયા રોડ પર આવેલ દુકાનોમાં પ્લાસ્ટિક કેરી બેગ્ઝ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરવામાં આવતો હોવાથી 400 નંગ ગ્લાસ અને દોઢ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે.

7500 રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલાયો
તેમજ રૂ.7500નો વહીવટી ચાર્જ ચાર વેપારી પાસેથી વસુલવામાં આવ્યો છે. આ કામગીરી વેસ્ટ ઝોન નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસિસ્ટન્ટ, પર્યાવરણ ઇજનેર, સેનિટેશન ઓફિસર, ઇન્સ્પેક્ટર, સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…