Wednesday, March 22, 2023

લીમડી-લીમખેડા હાઈવે પર અકસ્માત સર્જાયો, ટ્રકચાલક ટ્રક મૂકી ફરાર | An accident occurred on the Limdi-Limkheda highway, the truck driver left the truck and ran away | Times Of Ahmedabad

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઝાલોદ તાલુકાના લીમડી ગામેથી લીમખેડા જતાં હાઈવે ઉપર થાળા ગામે ટ્રકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં હોન્ડા સાઈન ગાડીના ચાલક સહીત બે વ્યક્તિઓનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ.ટ્રકનો ચાલક ટ્રક રસ્તામાં મૂકી ફરાર થઈ ગયાનું જાણવા મળ્યું છે.

રાત્રીના સમયે ટ્રકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગત અનુસાર ગતરોજ રાત્રીના સાડા નવ વાગ્યાના સુમારે એક ટ્રક ચાલક તેના જીજે-01-2703 નંબરની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી લીમડી ગામેથી લીમખેડા તરફ જતાં હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે થાળા ગામે સામેથી આવતી જીજે-20-6428 નંબરની મોટરસાયકલને જાેશભેર ટક્કર મારી ટ્રક ચાલક રસ્તા પરજ ટ્રક મૂકી નાસી ફરાર થઈ ગયો હતો.

સારવાર મળે તે પહેલાં જ બંન્નેના મોત થયા
સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હોન્ડા સાઈન ગાડી પર સવાર સીંગવડ તાલુકાના સુડીયા ગામે નિશાળ ફળિયામાં રહેતા 27 વર્ષીય નિલેશભાઈ બદીયાભાઈ નિસરતા તથા 8 વર્ષીય સુમીતભાઈ સામજીભાઈ ભુરીયા બંને હોન્ડા સાઈન ગાડી પરથી ફંગોળાઈ રોડ પર પટકાતાં નિલેશભાઈ નિસરતાને ગળાની જમણી બાજુમાં તેમજ માથામાં ગંભીર ઈજાઓ થતાં તથા 8 વર્ષીય સુમીતભાઈ ભુરીયાને ગળાના ભાગે, માથાના ભાગે બંને પગોમાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા જ બંનેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

આ સંબંધે સુડીયા ગામના રમજીતભાઈ રામસીંગભાઈ નિસરતાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલિસે ટ્રકના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…