Friday, March 10, 2023

NRI યુવતી અને નવસારીના યુવકે લગ્ન કરી બન્ને યુકેમાં સ્થાયી થયા, સાસરીયાઓ પાસેથી 35 લાખ પડાવી પતિએ પોત પ્રકાશ્યું | NRI girl and Navsari boy got married, both settled in UK, husband extorted 35 lakhs from in-laws. | Times Of Ahmedabad

નવસારી9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

સોશિયલ મીડિયામાં થયેલો પ્રેમ લાંબી મજલ કાપતો નથી તેવા અનેક બનાવો સામે આવે છે ત્યારે આવો જ એક બનાવ નવસારીમાં બન્યો છે. જેમાં યુ.કે.નું નાગરિકત્વ ધરાવતી મૂળ ભારતીય યુવતી જે નવસારીમાં રહે છે તેની સાથે યુવકે ફેસબુક ઉપર મિત્રતા કેળવી લગ્ન કર્યા હતા. જે બાદ યુવક અને તેના પરિવારે યુવતી પાસેથી દહેજ અને અન્ય ખર્ચા માટે 35 લાખ મેળવ્યા હતા. લગ્ન થયા બાદ યુવક સ્પાઉસ વિઝા મેળવી યુ.કે.માં ગયો હતો. જે બાદ બંને વચ્ચે અણબનાવ થતા યુ.કે.ની કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કરી એક તરફી છૂટાછેડા મેળવીને યુવતી પાસેથી ₹35 લાખ રૂપિયા લઈને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેથી યુવતીએ પતિ અને તેના સાસરીયાઓ સામે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી છે.
દહેજ અને અન્ય ખર્ચના નામે લાખો રૂપિયા લીધા
નવસારીમાં રહેતી રીમાં (નામ બદલ્યું છે) જેના પરિવારના સભ્યો યુ.કે સ્થાયી થયા છે, જોકે, કેટલાક સભ્યો નવસારી પણ રહે છે જેથી યુવતીને યુ.કે ના પણ પરમેનેન્ટ વિઝા મળ્યા છે ત્યારે વર્ષ 2016માં ફેસબુકના માધ્યમથી નવસારી રહેતા વત્સલ નામના યુવાન સાથે યુવતીને મિત્રતા થઈ હતી. થોડા સમયમાં જ મિત્રતા પ્રેમમાં પરિણમી અને ત્યારબાદ બંને પરિવારોની સહમતિથી સગાઈ થઈ જે દરમિયાન વત્સલ અને તેના પરિવારે યુવતી પાસેથી દહેજ અને અન્ય ખર્ચના નામે લાખો રૂપિયા લીધા હતા. જે બાદ બંનેના લગ્ન થયા હતા. જેમાં યુવકને યુ.કે જવા માટે પણ પૈસાની જરૂર પડતા પત્નીએ તે પૈસાની પણ વ્યવસ્થા કરી આપી હતી અને પતિને સ્પાઉસ વિઝા પર યુ.કે બોલાવ્યો હતો.
​​​​​​​યુવતીના પરિવારે જમાઇને નોકરીએ લગાડ્યો
વત્સલ યુકેમાં ગયો હતો ત્યાં યુવતીના પરિવારે તેને નોકરીની પણ વ્યવસ્થા કરી આપી હતી ત્યાં પણ વત્સલને પૈસાની જરૂરિયાત ઊભી થતા પરિવાર પૈસાની વ્યવસ્થા કરી આપી હતી. આમ યુવાન અને તેના પરિવારે યુવતી પાસેથી કુલ 35 લાખ રૂપિયા મેળવ્યા હતા. જ્યારે યુ.કેમાં યુવતી સાથે કોઈ બાબતે અણબનાવ થતા વત્સલે યુ.કેની કોર્ટમાં ખોટા કારણો બતાવી છૂટાછેડાનો કેસ દાખલ કર્યો, અને એક તરફી છુટાછેડા મેળવી લીધા હતા. હાલમાં વત્સલ યુ.કેમાં રહે છે અને યુવતી નવસારી આવી ગઈ છે. તેણીએ યુવક વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ આપતા પોલીસે કેસ દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: